Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતની ચૂંટણીમાં કરોડોનો ખર્ચ થશે.

ચૂંટણી પંચે ઉમેદવાર દીઠ ખર્ચની મર્યાદા રૂ.10 લાખ કરી નાખી.

ગુજરાતની ચૂંટણીમાં કરોડોનો ખર્ચ થશે.

એજન્સી

અમદાવાદ , ગુરુવાર, 4 ઑક્ટોબર 2007 (11:05 IST)
અમદાવાદ( વેબદુનિયા) ગુજરાતની ચુંટણી આ વખતે સૌથી ખર્ચાળ બની રહેશે, કારણ કે ચૂંટણીપંચે આ વખતે દરેક ઉમેદવારને રૂ. 3 લાખના ખર્ચની મર્યાદા વધારીને રૂ. 10 લાખ કરી આપી છે. 182 બેઠકો ઉપર આશરે 1000 જેટલાં ઉમેદવારો ઊભા રહે તેવી શક્યતા રહેલી છે. આથી કુલ ખર્ચ આશરે રૂ. 100 કરોડ જેટલો થઇ જશે, તેમજ ચૂંટણી પંચ દ્વારા રૂ. 70 કરોડનો ખર્ચ થશે.

જ્યારે ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા થનાર છુપા ખર્ચાની તો શું વાત કરવાની રહી. આમ કુલ ખર્ચ આશરે રૂ.1000 કરોડને આંબી જશે. આ તમામ ખર્ચા ઉપર ચૂંટણી પંચ આ વખતે જીણી નજર રાખશે.

ભાજપાના સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા રૂ.250 કરોડનો જંગી ખર્ચ કરવામાં આવશે. તેમાં પ્રચારસાહિત્ય અને હાઇટેક ટેકનોલોજીને પ્રચાર માટે ઉપયોગમાં લેવામાં આવશે.

જ્યારે કોંગ્રેસ પક્ષ પણ તેમાં પાછળ રહે તેમ નથી, ભાજપ જેટલોજ ખર્ચ કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવશે. આમ, આ વખતની ચૂંટણી કરોડોમાં પડશે અને તેનો ભાર ગુજરાતીઓને ઉપાડવાનો રહશે.

Share this Story:

Follow Webdunia gujarati