Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના મોટા શહેરોમાં હાથીની સવારી કાઢવા માટે વનવિભાગની મંજુરી લેવા પડશે

ગુજરાતના મોટા શહેરોમાં હાથીની સવારી કાઢવા માટે વનવિભાગની મંજુરી લેવા પડશે
, મંગળવાર, 20 સપ્ટેમ્બર 2016 (17:54 IST)
આપણા દેશમાં હાથી અને ઘોડાની સવારી આદી અનાદી કાળથી ચાલી આવે છે. તેમાં ખાસ કરીને સદીઓ પહેલા યુદ્ધમાં પણ હાથીની સવારી હોવાના ઉલ્લેખો છે. જ્યારે હવે હાથીની સવારી માત્ર સરઘસોમાં કે કોઈ મોટા અવસરના વરઘોડામાં જોવા મળે છે. આ રોયલ સવારી માટે હવે ગુજરાતના મોટા શહેરોમાં વનવિભાગ અને પોલીસની મંજુરી લેવી પડશે. આ ઉપરાંત વન્ય જીવોને પણ માન્ય સંસ્થા અને તેના કાર્યકરોને પણ વન વિભાગની મંજુરી મળેતોજ તે વન્ય જીવ પકડી શકશે તેવો નિર્ણય વન્ય જીવો માટે કામ કરતી સંસ્થાના કાર્યકરો અને વન વિભાગની મળેલી બેઠકમાં લેવામાં આવ્યો છે. શહેરમાં હાથીની સવારી કાઢવા માટે પ્રથમ પોલીસની પરવાનગી લેવી પડશે.

ત્યારબાદ હાથી સરધસમાં ફરી શકે તેટલો તંદુરસ્ત છે કે નહી , હાથી આંધળો નથી તે સહિતનું હાથીનું ફિટનેશનું સર્ટીફિકેટ વાઇલ્ડ લાઇફ ચિકિત્સક પાસેથી મેળવવુ પડશે. જયારે હાથી સરધસમાં નીકળે અને અચાનક તોફાને ચઢેતો તેને બેભાન કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ શકે છે .આ માટે હાથી સરધસમાં જયાં સુધી રહે ત્યાં સુધી ઉપરોકત પરિસ્થિતિ માટે વાઇલ્ડ લાઇફ ચિકિત્સકને ફરજીયાત હાજર રાખવો. હાથી દ્વારા કોઇ પણ જાતનું નુકશાન કરવામાં આવે કે કોઇ ઇજા પહોચાડે તેવી તમામ પરિસ્થિતિ માટે હાથીનો માલિક અને હાથીને સરધસમાં લઇ જનાર વ્યકિત જવાબદાર રહેશે. વન વિભાગ દ્વારા નકકી કરવામાં આવેલા ઉપરોકત તમામ નિયમોનું પાલન કરવા માટેની બાંહેધરી પરવાનગીની નકલો રજુ કરશોતોજ હાથીની સવારી કાઢવા માટેની મંજુરી વન વિભાગ દ્વારા આપવામાં આવશે.

આ ઉપરાંત વન્ય જીવો ગમે તે સંસ્થા કે વ્યકિત પકડી શકે નહી આ માટે માન્ય સંસ્થા જરૃરી રહે છે. તેમજ વન વિભાગ દ્વારા મંજુરી આપવામા આવેતોજ તે વ્યકતિ વન્ય જીવ પકડી શકશે. આ કામગીરી વખતે વન વિભાગના કર્મચારીને હાજર રાખવો જરૃરી ગણાશે. સાપને પકડીને પુરવા માટેની થેલી વન વિભાગ દ્વારા આપવામાં આવશે. જોકે સત્તાવાર જાહેરાત હવે પછી નાયબ વનસંરક્ષક દ્વારા હવે પછી કરાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેન્દ્રીય મંત્રી એમ વેંકૈયા નાયડૂએ કરી 27 નવા સ્માર્ટ સિટીની જાહેરાત, ગુજરાતનુ એક, સૌથી વધુ મહારાષ્ટ્રમાં