Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના મુખ્યપ્રધાન જૈન હોવાથી તેઓ કતલખાના બંધ કરાવે -જૈનાચાર્ય

ગુજરાતના મુખ્યપ્રધાન જૈન હોવાથી તેઓ કતલખાના બંધ કરાવે -જૈનાચાર્ય
, મંગળવાર, 30 ઑગસ્ટ 2016 (14:22 IST)
પર્વાધિરાજ પર્યુષણનો શુભારંભ થતાં જૈન પરિવારો ધર્મસાધના  અને દાન પૂણ્યના કાર્યમાં પ્રવૃત્ત થઇ ગયા છે.  ચાતુર્માસ અર્થે પધારેલા  જૈનાચાર્ય વિજય પુર્ણચંદ્ર સુરીજીના પ્રભાવક પટ્ટધર પ્રવચનકાર જૈનાચાર્ય યુગચંદ્ર સૃરીજીએ  જણાવ્યું હતું કે પર્યુષણના પ્રમુખ પાંચ કર્તવ્યો પ્રત્યેક જૈને આચરવા જોઇએ જેમાં અમારી પ્રવર્તન,સાધર્મિક વાત્સલ્ય,ક્ષમાપના,અઠ્ઠમતપ અને ચૈત્ય પરીપાટીનું પાલન કરનારને પર્યુષણની સાચી ઉપાસના કરવાનું ફળ મળે છે. અહિંસા માટે કતલાખાના બંધ કરાવવા જોઇએ તેવી અપેક્ષા ગુજરાતના મુખ્યમંત્રી પાસે તેઓ જૈન હોવાના નાતે રાખે છે. તેઓએ તે પૂરી કરવી જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું કે વિશ્વમાં ચોમેર હિંસા મારો-કાપોની બુમરાણ મચી છે ભારત અને વિશ્વ હિંસાના ભરડામાં સપડાઇ ગયું છે. જ્યાં માર શબ્દ પણ કોઇ બોલી શકતુ નહોતું ત્યાં બેરોકટોક હિંસાની હોળી સળગતી રહે છે.પશુઓના ચિત્કાર વગરનો પણ એકેય દિવસ ઉગતો નથી.લોકશાહી પહેલાં ભારતમાં માત્ર 300 કતલખાના હતા આજે 36 હજાર કતલખાના થઇ ગયા છે.રાજ્યસત્તાની પરમિશનથી ચાલતા કતલાખાનાનો આ આંકડો છે.  ગેરકાયદેસર કેટલા ચાલતા હશે તેની તો કલ્પનાજ કરવી રહી.ગુજરાતના સી.એમ વિજયભાઇ રૂપાણી જૈન હોવાના નાતે સમગ્ર ગુજરાતની જનતા તેમની પાસે આવાજ નક્કર પરિણામની અપેક્ષા રાખી રહી છે.કોઇને આપણે પ્રાણ આપી શકતા હોઇએતો જ કોઇના પ્રાણ લેવાનો અધિકાર આપણને છે.દરેક જીવને પોતાનો જીવ વહાલો છે.મરવું કોઇને પણ પસંદ હોતુ઼ નથી.જીવો અને જીવવા દો એટલુંજ નહી પણ બલીદાન આપીને પણ બીજાને જીવાડો તોજ આયખુ સફળ થાય તેવું ભગવાન મહાવીર સ્વામીએ પણ કહ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સણોસરા ખાતે સૌની યોજનાનું લોકાર્પણ કરતાં પીએમ મોદી, વાંચો શું કહ્યું તેમણે પોતાના સંબોધનમાં