Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગઈ ઉતરાયણમાં સીટીએમ-મણિનગરમાંથી સૌથી વધુ ઈમરજ્સી કોલ મળ્યા હતા

ગઈ ઉતરાયણમાં સીટીએમ-મણિનગરમાંથી સૌથી વધુ ઈમરજ્સી કોલ મળ્યા હતા
, બુધવાર, 13 જાન્યુઆરી 2016 (15:46 IST)
તહેવારના સમયે ઈમર્જન્સીની સેવા આપતી એમ્બ્યુલન્સની દોડધામ પણ વધી જતી હોય છે. તહેવારોના સમય દરમ્યાન સૌથી વધુ કોલ 108 ઈમર્જન્સી સેવાને મળતા હોય છે. વર્ષ 2015ની ઉત્તરાયણ સમયે સૌથી વધારે ઈમર્જન્સી કોલ મ‌િણનગર, ખોખરા અને સી.ટી.એમ. વિસ્તારમાંથી જોવા મળ્યા હતા. જ્યારે આ વર્ષે બાપુનગરથી ખોખરા, શાહઆલમ, સી.ટી એમ. અને નિકોલ પાસે એમ કુલ નવી ચાર એમ્બ્યુલન્સ મૂકવામાં આવી છે. ગત વર્ષે ઉત્તરાયણ તહેવારો દરમિયાન નવસારી જિલ્લામાં 14 જાન્યુઆરીએ 78, 15 જાન્યુઆરીએ 95 કેસો નોંધાયા હતા. જે રોજબરોજ બનતા બનાવો કરતાં 30 ટકા જેટલા વધારે જોવા મળે છે. આ વર્ષે 108 ઈમર્જન્સી સર્વિસ દ્વારા 14 જાન્યુઆરીએ 35 ટકા અને 15 જાન્યુઆરીએ 21 ટકાનો વધારો અંદા‌િજત કોલ્સમાં વધારો જોવા મળશે. 108 ઈમર્જન્સી સેવા જી.વી.કે. ઇ.એમ.આર.આઇ.ના જશવંત પ્રજાપતિએ જણાવ્યું કે 552 જેટલી એમ્બ્યુલન્સના તેમજ ઇમર્જન્સી ઓફિસર અને ડોકટરોના કાફલો સાથે 108 સેવા દરેક કોલને પ્રતિસાદ આપવા હંમેશાં તત્પર હોય છે.’

 
ઉતરાયણ પર્વ નિમિત્તે આટલી બાબતો નું ધ્યાન રાખવું જરૂરી છે :
==================================
* ઉતરાયણના પર્વ નિમિત્તે પતંગો સાવચેતીપૂર્વક ચડાવો.
* વધારે ઘોંઘાટીયું સંગીત ન વગાડવું જોઈએ.
* પતંગ પકડવા ધાબે દોડ-દોડી ન કરવી.
* દોરીમાં પક્ષી ફસાય જાય તો તાત્કાલીક દોરી તોડી નાખો,
વધુ પક્ષીઓ ઘાયલ ન થાય તેનું ધ્યાન રાખો,
* જો તમારું ઘર જાહેર રસ્તાની આજુ-બાજુ હોય તો સાવચેતી રાખો કે
કપાયેલા પતંગ ની દોરી આવતા-જતા વાહનો પર ન પડે.
* રસ્તાઓ પર પતંગ પકડવા બાળકો દોડાદોડ ન કરે તેની સાવચેતી રાખો,
* વાહન ચાલકો દિવસે આખા માથાનું હેલ્મેટ અથવા ગળે રૂમાલ અથવા સ્કાર્ફ બાંધીને વાહન ચલાવે. જેથી ગળામાં દોરી ફસાય અકસ્માત ન સર્જાય વગેરે જેવી બાબતનું ધ્યાન રાખવું.
* દારૂ જેવા નશીલા પદાર્થનું વ્યસન કરીને ધાબે પતંગ ન ચગાવો જોઈએ.
*એક પતંગ કરતા તમારી જીંદગી અતિ મુલ્યવાન છે.

Share this Story:

Follow Webdunia gujarati