Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખુશ્બૂ ગુજરાત કી’માં હવે કચ્છનાં જૈન દેરાસરો ચમકશે

ખુશ્બૂ ગુજરાત કી’માં હવે કચ્છનાં જૈન દેરાસરો ચમકશે
, સોમવાર, 13 મે 2013 (11:15 IST)
P.R
છઠ્ઠી તારીખે કચ્છ પહોંચીને અમિતાભ બચ્ચન સૌથી પહેલાં હાજી પીરની જગ્યાએ ને પછી ભદ્રેશ્વરના બોંતેર જિનાલયમાં શૂટિંગ કરશે.

અમિતાભ બચ્ચનને ચમકાવતી ગુજરાતના ઍડ કૅમ્પેન ‘ખુશ્બૂ ગુજરાત કી’માં અગાઉ બે વાર કચ્છનો સમાવશે થઈ ચૂક્યો છે અને આ વખતે સીઝન-૩માં પણ કચ્છને સામેલ કરવામાં આવ્યું છે. અગાઉ કચ્છનાં જોવાલાયક સ્થળો બિગ બીએ પોતાની ઍડ ફિલ્મમાં દર્શાવ્યાં હતાં, પણ આ વખતે જૈન દેરાસર એટલે કે જિનાલયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ભદ્રેશ્વરનું બોંતેર જિનાલય ફાઇનલ થયું છે.

ભુજથી માંડવી તરફ જતી વખતે વચ્ચે આવતા ભદ્રેશ્વરના જિનાલય માટે દેરાસરના ટ્રસ્ટીઓની પણ પરવાનગી લેવામાં આવી છે આ ઉપરાંત ગુજરાત ટૂરિઝમે કચ્છમાં આવેલા હાજી પીરની જગ્યાના સંચાલકોની પણ શૂટિંગ માટે પરમિશન લીધી છે. બિગ બીના શૂટિંગ યુનિટ સાથે અને ગુજરાત ટૂરિઝમ સાથે સંકળાયેલા લોકોમાંથી જાણવા મળ્યા પ્રમાણે આ ઍડ ફિલ્મની થીમમાં જૈન અને મુસ્લિમ ધર્મનો સંગમ કરવામાં આવ્યો છે. જાણવા મળ્યા પ્રમાણે અમિતાભ બચ્ચન છઠ્ઠી તારીખે ભુજ આવશે અને પહેલાં બે દિવસ હાજીપીરની જગ્યાએ શૂટિંગ કરશે અને એ પછી ભદ્રેશ્વરના બોંતેર જિનાલયમાં શૂટિંગ કરશે. એવી શક્યતા છે કે આ શૂટિંગ માટે અમિતાભ બચ્ચન ત્રણથી ચાર દિવસ માટે કચ્છમાં રોકાશે.

Share this Story:

Follow Webdunia gujarati