Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાળીચૌદશના આંજયા, કોઇથી ના જાય ગાજ્યા

કાળીચૌદશના આંજયા, કોઇથી ના જાય ગાજ્યા
, બુધવાર, 22 ઑક્ટોબર 2014 (12:55 IST)
દીપોત્સવ- ૨૦૧૪ની ધનતેરસની સાર્થક મનભાવન ઉજવણી પછી ઉત્સવ રસિયાઓ આજે બુધવારે કાળીચૌદશને રંગરંગીનપણે ઉજવશે. હજારો પરંપરાપ્રેમીઓ, પ્રતિષ્ઠિત જીવનયુધ્ધમાં પ્રતિસ્પર્ધીના હાથે પીછેહઠ ના કરવી પડે એ વિચારથી પ્રેરાઇને ૨૧મી સદીમાં ય કાળીચૌદશની રાત્રે આંખમાં મેશ (કાજળ) આંજવાનું ચૂકશે નહિ. કાળીમેશ (કાજલ) આંજવાનું ચૂકશે નહિ. કાળીચૌદશના આંજવા, કોઇથી ના જાય ગાજ્યા એવી દાદીમાએ કહેલી કહેવતને કાલે બુધવારે યાદ કરાશે.

નરક ચતુર્દશી તરીકે પણ જાણીતા કાળી ચૌદસ પર્વે કરાતી વિષ્ણુપૂજા નરકમાંથી મુક્તિ અપાવનાર હોવાની માન્યતા છે. ધર્મગ્રંથોમાં કાળી ચૌદસનો ઉલ્લેખ રૃપ ચૌદસરૃપે પણ થયો છે.

કાળી ચૌદસ કકળાટને કાઢવાનું મૂહુર્ત લઇને આવે છે. ગૃહિણીઓ ઘરના તળેલા ખાદ્ય પદાર્થને ચાર રસ્તા પર મૂકીને કજિયા કકળાટને દુર ભગાવશે. રોગના નિવારણ માટે માતા મહાકાળીના મંત્રજાપ કરાશે.

તાંત્રિક સાધના માટે કાળી ચૌદસ શ્રેષ્ઠ દિવસ છે. આથી આજે હનુમાનજાપ તથા મહામૃત્યુજય જાપના કાર્યક્રમો યોજાશે. મા કાળીના સાધકો રાત્રે સાધના કરશે. શનિદેવની પ્રતિકૂળતાને અનુકુળતામાં ફેરવવા માટે કાળી ચૌદસે શનિમંત્રના જાપનો પણ વિશેષ મહિમા છે. અધિષ્ઠયક દેવ ઘંટાકર્ણ ભગવાનના હવન પૂજન પણ થસે.

કથિત વળગાડથી ત્રસ્ત માનવો નજર ઉતારીને એ પાણીને ચકલે ઢોળી આવશે. આથી આજે બુધવારે કાળી ચૌદસે શહેર ગામની સડકો અને રસ્તાઓ પર નજર રાખીને ડ્રાઇવ કરવું હિતાવહ રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati