Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કડીમાં બળકો પાસે દારુની ખાલી બોટલોનું કામ કરાવતા વિવાદ

કડીમાં બળકો પાસે દારુની ખાલી બોટલોનું કામ કરાવતા વિવાદ
, બુધવાર, 10 ફેબ્રુઆરી 2016 (15:48 IST)
કડી, નંદાસણ અને બાવલુ પોલીસ દ્વારા રેડની કામગીરી દરમિયાન 2013 અને 2014 દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂની 61700 બોટલો રૂ.1,22,73,900 ની કિંમતના મુદ્દામાલની નિકાલનો કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગુજરાત પોલીસના ટોચના અધિકારીઓની ઉપસ્થિતિમાં અલદેસણ રોડ પરની ખાનગી જગ્યામાં નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યાં માલ ઉતારતી વખતે જીઆરડી જવાનો સહિત કેટલાક બાળ મજૂરો પોતાના શર્ટમાં વિદેશી દારૂની બોટલો લઈને ભાગ્યા હતા. જેથી હાજર પોલીસના જવાનોએ જીઆરડી જવાનો અને મજૂરોને પકડીને વિદેશી દારૂની બોટલો પાછી મુકાવી હતી.

ઘટનાની માહિતી પ્રમાણે, વર્ષ 2013થી 2014 દરમિયાન ઝડપાયેલ વિદેશી દારૂને પોલીસ કાફલાએ ખાનગી વાહનોમાં ભરવા અને તેનો નિકાસ કરવા માટે બાળ મજુરોનો ઉપયોગ પોલીસ કક્ષાનો ઉચ્ચ અધિકારીઓ હસમુખભાઇ પટેલ, ડીવાઇએસપી ગઢિયા, મામલતદાર વિમલ પટેલ સહિત તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં કર્યો હતો. વિદેશી દારૂની પેટીઓ કડી, નંદાસણ અને બાવલુ પોલીસ સ્ટેશનમાંથી બે ખાનગી વાહનોમાં કુલ રૂ.1,22,73,900 ની કિંમતના મુદ્દામાલને લઈને અલદેસણ રોડ પરની ખેડૂતની માલીકીની જગ્યામાં નિકાલ કરવા માટે આવી પહોંચ્યા હતા. જ્યાં તમામ અધિકારીઓ સામે માલની તપાસ કર્યા પછી તમામ પેટીઓ ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati