Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એસપી નિ‌ર્લિપ્ત રાય વધુ એક વિવાદમાં

એસપી નિ‌ર્લિપ્ત રાય વધુ એક વિવાદમાં
અમદાવાદઃ , બુધવાર, 2 સપ્ટેમ્બર 2015 (17:15 IST)
જમીનના મામલામાં નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (રાષ્ટ્રીય માનવાધિકાર પંચ)માં ધંધૂકાના રહીશે કરેલી ફરિયાદમાં અવારનવાર આદેશ કરવા છતાં જવાબ રજૂ  ન કરતાં અમદાવાદ ગ્રામ્યના એસપી નિ‌ર્લિપ્ત રાયની ધરપકડ કરીને કમિશન સમક્ષ હાજર કરવાનો રાજ્ય મુખ્ય સચિવને આદેશ કરાયો છે.
 
અસલાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈને ધમકી આપવાના વિવાદ બાદ અમદાવાદ જિલ્લાના એસપી નિ‌ર્લિપ્ત રાય વધુ એક વિવાદમાં સપડાયા છે. ધંધૂકા પાસે આવેલા કમીયાળા ગામમાં જમીન મામલે ફરિયાદી ટેમુભા નારસિંગે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન સમક્ષ ૨૦૧૨માં નિવૃત્ત ડીવાયએસપી વી.ડી. વનારે એકાઉન્ટર કરવાની ધમકી આપ્યાની ફરિયાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે ઈશરત જ્હાં એન્કાઉન્ટર  કેસમાં વી.ડી. વનાર આરોપી હતા. જોકે કોર્ટે તેમને દોષમુક્ત જાહેર કર્યા હતા.
આ ફરિયાદના આધારે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશને તપાસ કરીને રિપોર્ટ સબમીટ કરવા માટે અમદાવાદ જિલ્લાના એસપીને આદેશ કર્યાે હતાે. અમદાવાદ ગ્રામ્યના તત્કાલીન એસપી ગગનદીપ ગંભીરે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનમાં આરોપીઓનો બચાવ કરતો રિપોર્ટ સબમીટ કર્યો હતો.
 
રિપોર્ટ સાથે સહમત ન થતાં નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશને ફરીથી અમદાવાદ ગ્રામ્યના એસપીને તપાસના આદેશ કર્યા હતા. તે સમયે અમદાવાદ ગ્રામ્યના એસપી તરીકે નિ‌ર્લિએપ્ત રાય ફરજ બજાવતા હતા. આ કેસની તપાસ નિ‌ર્લિાપ્ત રાયે કરવાની હતી. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશને તા. ૩૦-૬-૨૦૧૫ના રોજ તપાસ રિપોર્ટ લઇને નિ‌ર્લિવપ્ત રાયને દિલ્હી હાજર રહેવાનો આદેશ કર્યો હતો, પરંતુ નિ‌ર્લિ૨પ્ત રાયે સમયસર તપાસ રિપોર્ટે સબમીટ ના કરતાં નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશને તેની ગંભીર નોંધ લીધી છે.
 
નેશનલ હ્યુમન રાઈટ્સ  કમિશને અમદાવાદ એસપી  નિર્લિપ્ત રાયને તમામ કેસ પેપર અને રિપોર્ટ સાથે હાજર રહેવા માટે વારંવાર આદેશ કર્યો હતો, પરંતુ નિ‌ર્લિ પ્ત રાયે આ આદેશની અવગણા કરી હતી. જેના પગલે કમિશને ગુજરાત રાજ્યના મુખ્ય સચિવને પત્ર પાઠવીને એસપી નિ‌ર્લિનપ્ત રાયની ધરપકડ કરી ૫૦૦ રૂપિયા જામીન પર મુક્ત કરીને ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ બપોરે ૩ વાગ્યે કમિશન સમક્ષ હાજર કરવા આદેશ કર્યો છે. કમિશને રાજ્ય સરકાર આ વોરંટ બાદ  નિ‌ર્લિ‌પ્ત રાયની ધરપકડ કરે અને ત્યાર બાદ તેને જામીન ઉપર મુક્ત કરે તેવો િરપોર્ટ કમિશન સમક્ષ ૧૭ સપ્ટેમ્બર સુધીમાં મોકલી આપે તેમ પણ જણાવ્યું હતું.
 
ઉલ્લેખનીય છે કે આ મુદ્દે ફરિયાદ કરનાર ટેમુભા નારણસંગ વનારે ફરિયાદમાં કરેલા આક્ષેપને પ્રમાણે નિવૃત ડીવાયએસપી વી.ડી.વનારે ધંધુકા નજીક આવેલા કમીયાળા ગામમાં 30 વિધા જમીન હોદ્દાનો દુર ઉપયોગ કરીને પચાવી પાડી છે આ મુદ્દે અનેક સરકારી કચેરીઓમાં ફરિયાદ પણ કરી છે તેમ છંતાય કોણપણ પ્રકારની કાર્યવાહી વી.ડી.વનાર વિરુધ્ધમાં કરવામાં આવી નથી આ સિવાય ટેમુભાએ એવો પણ આરોપ મુક્યો છેકે તારીખ 3-5-11 ના રોજ વી.ડી.વનાર અને તેના માણસોએ ટેમુભા ઉપર ફાયરીગ પણ કરાવ્યુ હતું જેની ફરિયાદ પણ ધોલેરા પોલીસ સ્ટેશનમાં નોધાઇ હતી. ત્યારે વી.ડી.વાનારે પણ અમારી ઉપર 10 જેટલી ફરિયાદ દાખલ કરાવી છે. જમીનના મુદ્દે હાઇકોર્ટમાં મેટર ચાલે છે પંરતુ અમને નકલી એન્કાઉન્ટરમાં મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેના માટે અમે નેશનલ હ્યુમન રાઇટસ કમીશનને ફરિયાદ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati