Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉમાના પક્ષના પ્રમુખ રાજીનામું આપશે

ઉમાના પક્ષના પ્રમુખ રાજીનામું આપશે
, ગુરુવાર, 31 જાન્યુઆરી 2008 (12:08 IST)
NDN.D

ગાંધીનગર(એજંસી) ઉમા ભારતીના ભારતીય જનશકિતના પ્રમુખ ચૈતન્ય શંભુ મહારાજે પદેથી રાજીનામુ ધરી દેવાનો નિણર્ય ગઇકાલે જાહેર કર્યો હતો અને તેઓ આજે ગુરુવારે રાષ્ટ્રીય અઘ્યક્ષા ઉમા ભારતીને રાજીનામાનો પત્ર સુપરત કરનાર છે. નારાજ જૂથના નેતાઓના ટેકાથી ઉમા ભારતીના ભારતીય જનશકિત નામના પક્ષે ઉમેદવારોની પસંદગી શરૂ કરી હતી.

ઉમા ભારતીએ વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા ચૈતન્ય શંભુ મહારાજને પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા. ઉમાએ એવી જાહેરાત કરી કે તેમના ગુરુજીએ ગુજરાતની ચૂંટણીમાં ઊભા રખાયેલા પોતાના ઉમેદવારો પાછા ખેંચવા માટે નિર્દેશ આપ્યો છે.

જ્યારે ગુજરાતમાં ઉમા ભારતીના પક્ષના સ્પોર્ટથી મોદીને પરાસ્ત કરવા મેદાને પડેલા નારાજ જૂથે ઉમેદવારો પાછા નહિ ખેંચવાની જાહેરાત કરી હતી અને એવો દાવો કર્યો હતો કે તેઓ પ્રચાર કરવા આવશે. પરંતુ તેઓ 16 ડિસેમ્બર સુધી અને એ પછી પણ ગુજરાતમાં આવ્યા નહતા. આમ રાજકીય ક્ષેત્રે એવી વાત ચર્ચામાં આવી કે ઉમાએ ભાજપ-મોદી સાથે સોદો કરી લીધો છે. આમ, ઉમાભારતીના ભારતીય જનશકિત પક્ષનુ રાજયમાં બાળ મરણ નિશ્ચિત લાગી રહ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati