Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઇ-લાઇબ્રેરી: ૨૦૦ વર્ષ જુના દુર્લભ પૂસ્તકો વિના મૂલ્યો વાંચવા મળશે

ઇ-લાઇબ્રેરી: ૨૦૦ વર્ષ જુના દુર્લભ પૂસ્તકો વિના મૂલ્યો વાંચવા મળશે
, મંગળવાર, 12 ઑગસ્ટ 2014 (14:46 IST)
પુસ્તકો આંગળીનાં ટેરવે નહી પણ હવે આંખના પલકારે વંચાશે. પ્રિય પુસ્તકો વાંચવા માટે લાઇબ્રેરી સુધી ધક્કા ખાવાની કે રીન્યુ કરવાની અથવા તો લેઇટ ભરવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે. કારણ કે હવે યુગ છે ઇ-બૂકનો સુરતમાં આગામી ૧૫મી ઓગષ્ટનાં પર્વ પર ઇ-લાઇબ્રેરીનો સોનેરી સૂર્ય ઉદય થઇ રહ્યો છે. આ ઇ-લાઇબ્રેરીમાં વિશ્વનાં મહાન સર્જકો દ્વારા લખાયેલા ૭૦ થી ૨૦૦ વર્ષ જુના દુર્લભ પૂસ્તકો વિના મૂલ્યો વાંચવા મળશે.

ઇ-લાઇબ્રેરીનો વિચાર કરનાર નરેશ કાપડિયાએ કહ્યુ કે આજની યુવાપેઢી જેને આ દુર્લભ પુસ્તકો કદાચ હાર્ડકોપી રૃપે નસીબ થાય તેમ નથી. તેમના સુધી આ જ્ઞાનખજાનો પહોંચાડવામાં એકમાત્ર આશય સાથે ઇ-લાઇબ્રેરી શરૃ કરાઇ છે. પ્રાર્થનાસંઘ ભદ્રાશ્રમ લાઇબ્રેરી સાથે ઇ-લાઇબ્રેરી સંયુક્ત રીતે જોડાશે. આ લાઇબ્રેરીમાં એરીસ્ટોટલ, પ્લેટો, શેક્સપીયર, જ્યોર્જ બર્નાડશો, માર્ક ટવેઇન, ટીજી વુડ હાઉસ, ટોલ્સટોય, હેનરીક ઇબસન, એમર્સન, શૈલી, કીટચ, રવિન્દ્રનાથ ટેગોર, ગાંધીજી તથા ભારતના રામાયણ અને મહાભારત પણ મળશે. આ એવા પુસ્તકો છે જેમાંથી ૮૦% થી વધારે બૂક ટેક્સબૂક બની છે. જેને વાંચીને-ભણીને લોકો મોટા થયા છે. જ્ઞાનસભર બન્યા છે. આ પુસ્તકો અને સર્જકોની પ્રેરણાથી નવુ લખવા પ્રેરાઇ છે. ઇ-લાઇબ્રેરીના પુસ્તકોમાના કેટલાક પુસ્તકો હાર્ડકોપીમાં મળવા શક્ય નથી તેવા પણ છે. યુવાપેઢીને તેમની વિચારધારાને ધ્યાનમાં રાખીને આ પુસ્તકનું ખરબ બાંધવામાં આવ્યુ છે. જેનો દરેક વ્યકિત નિઃશુલ્ક લાભ લઇ શકશે. ૧૮મી અને ૧૯મી સદીના પુસ્તકો અઙીંથી પ્રાપ્ત થશે. હાલ ઇ-બૂકનો જમાનો છે બધુ જ નેટ દ્વારા થાય છે. ત્યારે ઇ-લાઇબ્રેરીથી ફાયદોએ થશે કે કાગળ બચશે. આ પુસ્તકોને વિદેશથી લાવવા માટેનો ખર્ચ પણ બચશે. ગમે ત્યારે વાંચો અને ન ગમ તો એક ક્લીક કરો એટલે ડિલિટ અને મોટાભાગના પુસ્તકો ૧ સ્મ્થી નીચેના છે એટલે સરળતાથી ડાઉનલોડ કરી શકાશે. વળી, કોપી રાઇટ ફ્રી છે તેથી કાનુની અંતા પણ નથી. મોટી બેગમાં ૧૦૦૦ પુસ્તકો ભરવાની જરૃર નથી. સીડી કે પેનડ્રાઇવ અથવા મોબાઇલમાં પણ આ જ્ઞાન ખજાનો તમે રાખી શકો છો. સુરતની ૨૦૦ જેટલી શૈક્ષણિક સંસ્થા અને લાઇબ્રેરીમાં આ ૧૦૦૦ પુસ્તકો ભેટ આપવામાં આવશે તથા તેનો પ્રચાર થાય તેવા પ્રયાસો કરાશે.

Share this Story:

Follow Webdunia gujarati