Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ ગામમાં એક પણ મત ન પડ્યો

આ ગામમાં એક પણ મત ન પડ્યો
, બુધવાર, 30 એપ્રિલ 2014 (17:20 IST)
વડોદરા નજીક સંખેડા તાલુકાના એક આખા ગામે મતદાનનો બહિષ્કાર કર્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.

સંખેડા તાલુકાના સાતા ગામના રહેવાસીઓએ આજે મતદાન કરવાની જગ્યાએ મતદાન મથકની બહાર બેસી જવાનુ પસંદ કર્યુ હતુ.જેના પગલે આ મતદાન મથકમાં બપોરના સાડા અગિયાર વાગ્યા સુધીમાં એક પણ મત પડ્યો નહી હોવાનુ જાણવા મળ્યુ છે.

રોષે ભરાયેલા ગ્રામજનો મતદાન મથકમાં જવાની ના પાડતા વહીવટીતંત્ર પણ ચોંકી ઉઠ્યુ છે અને ગ્રામજનોને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.જોકે હજી પણ લોકો મતદાન નહી કરવા માટે મકક્મ છે.

છોટાઉદેપુર લોકસભાની હદમાં આવતા આ ગામના લોકો છેલ્લા કેટલાક સમયથી બ્રીજ બનાવવાની માંગણી કરી રહ્યા હતા.જે પુરી નહી થતા આખરે તેમણે મતદાનનો બહિષ્કાર કરવાનુ નક્કી કર્યુ હતુ.

Share this Story:

Follow Webdunia gujarati