Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આંતરરાષ્ટ્રીય કાનૂનનું મહત્વ વિશેષ છે

આંતરરાષ્ટ્રીય કાનૂનનું મહત્વ વિશેષ છે

વેબ દુનિયા

ગાંધીનગર , શનિવાર, 31 જાન્યુઆરી 2009 (20:33 IST)
ગુજરાતની નેશનલ લો યુનિવર્સીટી દ્વારા યોજાયેલા ‘પ્રેસીંગ કન્સર્ન્સ ઓફ ધ કન્ટેમ્પરરી લીગલ વર્લ્ડ-ઈન્ટરનેશનલ લો ટુડે, ફોર એ બેટર ગ્લોબલ ટુમોરો’ના પ્રથમ આંતરરાષ્ટ્રીય કાનૂની સેમીનારના મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહેલા ગુજરાતની વડી અદાલતના મુખ્ય ન્યાયર્મૂતિ કે.એસ. રાધાક્રિષ્ણને બદલાતા જતા વૈશ્વિક પરિમાણોને અનુલક્ષીને આંતરરાષ્ટ્રીય કાનૂનની મહત્તા વિશે છણાવટ કરતાં જણાવ્યું હતું કે, વિશ્વ શાંતિ, સુરક્ષા અને માનવ અધિકારના જતન માટે આંતરરાષ્ટ્રીય કાનૂનનું મહત્વ વિશેષ છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિચાર-વિમર્શ માટે યોજાતા સેમિનાર આંતરરાષ્ટ્રીય કાનૂન ક્ષેત્રે નવું દિશા દર્શન કરાવશે તેમ મુખ્ય ન્યાયર્મૂતિએ ઊમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજે વિશ્વ ત્રાસવાદ, નશીલા પદાર્થોની હેરફેર, ગ્લોબલ વોર્મિંગ કે આર્થિક મંદી જેવા અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. આવા પડકારોનો વૈશ્વિક સ્તરે સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય કાનૂનની સમજ દેશો વચ્ચે વિકસે એ અત્યંત જરૂરી છે.

ગરીબી, ભૂખમરો, કુપોષણ, નિરીક્ષરતા જેવી વૈશ્વિક સમસ્યાના હલ માટે પણ આંતરરાષ્ટ્રીય કાનૂનની મહત્તા દર્શાવી હતી. તેમણે વિશ્વના દેશો વચ્ચે તણાવ અને અણુશસ્ત્રો પ્રત્યેની વિશ્વના દેશોની દોટનો ઊલ્લેખ કરી વિશ્વ શાંતિ માટે અને માનવ મૂલ્યોના રક્ષણ માટે મજબુત આંતરરાષ્ટ્રીય કાનૂન જરૂરી હોવાનું જણાવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati