Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આંખનાં દાનમાં ગુજરાત સૌથી આગળ

આંખનાં દાનમાં ગુજરાત સૌથી આગળ
, મંગળવાર, 21 એપ્રિલ 2015 (14:32 IST)
આંખ દાન કરવાના મામલે ગુજરાત હવે દેશમાં પ્રથમ  ક્રમાકે છે. સાત વર્ષમાં પ્રથમ વખત ગુજરાત આખના દાનના મામલે તમિળનાડુને પાછળ છોડી દેવામાં સફળ રહ્યુ છે. ગુજરાતે અન્‍ય રાજ્‍યો અને કેન્‍દ્ર શાશિત પ્રદેશોને પછડાટ આપી દીધી છે. વર્ષ ૨૦૧૪-૨૦૧૫માં ગુજરાતે આ શાનદાર સિદ્ધી મેળવી છે. વિવિધ અસરકારક પગલાના કારણે આ સફળતા મળી છે.

    સાત વર્ષમાં પ્રથમ વખત આ સિદ્ધી મળતા ગુજરાતના સંબંધિત વિભાગના અધિકારી ખુશ દેખાઇ રહ્યા છે. નેશનલ પ્રોગ્રામ ફોર કન્‍ટ્રોલ ઓફ બ્‍લાઇન્‍ડનેસના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં વર્ષ ૨૦૧૪-૧૫માં ૪૦૦૦ આંખના ટાર્ગેટસામે ૮૫૪૭ દાનમાં કરવામાં આવેલી આંક એકત્રિત કરી છે. જ્‍યારે તમિળનાડુમાં ૮૧૮૯ આંખ દાનમાં મેળવી લેવામાં આવી છે. હકીકતમાં બન્‍્નો રાજ્‍યો દેશભરમાં કુલ એકત્રિત કરવામાં આવતી આંખ પૈકી આશરે ૪૧ ટકા આંખ એકત્રિત કરે છે. આવનાર દિવસોમાં બન્‍્નો રાજ્‍યો વચ્‍ચે જોરદાર સ્‍પર્ધા થાય તેવી શક્‍યતા છે. નિષ્‍ણાંતો માને છે કે લોકોમાં સતત જાગૃતિ વધી રહી છે. જેથી આંખ દાન કરવામાં હવે લોકો આગળ આવી રહ્યા છે.આંકડા ખુબ રસપ્રદ છે.

Share this Story:

Follow Webdunia gujarati