Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમેરિકાનાં પ્રતિનિધિમંડળે મોદીને US-Visa અંગે ટીપ્પણી કરવાનું ટાળ્યું

અમેરિકાનાં પ્રતિનિધિમંડળે મોદીને US-Visa અંગે ટીપ્પણી કરવાનું ટાળ્યું
, ગુરુવાર, 28 માર્ચ 2013 (14:32 IST)
P.R
અમેરિકાથી 15 સભ્યોનું એક પ્રતિનિધિમંડળ ગુજરાત આવ્યું છે અને આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી છે.

આ પહેલા પ્રતિનિધિમંડળનાં સભ્યો ગાંધી આશ્રમ ગયા હતા અને ત્યાં કેટલાકે રેંટીયો પણ કાંત્યો હતો અને અહીં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રતિનિધિમંડળનાં સભ્યોને સુતરની આંટી પણ પહેરાવવામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ આ તિનિધિમંડળને કલ્પસર યોજના મુદ્દે પણ માહિતીની આપ-લે થઇ હતી અને સાથે જ વાઇબ્રન્ટ ગુજરાત અંગે પણ ચર્ચા થઇ હતી.

સાથે જ ગુજરાતમાં ખેતી, વીજળી, શિક્ષણ અને ઉદ્યોગ જેવી ક્ષેત્રોમાં કેવી રીતે સાથે મળીને કામ થઈ શકે તે અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, નરેન્દ્ર મોદીના અમેરિકન વિઝાનો પ્રશ્નો અંગે આ ડેલિગેશને કોઈ પણ ટીપ્પણી કરવાનું ટાળ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati