Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ પોલીસનાં હાથમાં, રાતોરાત થઇ સાફ-સફાઇ

અમદાવાદ પોલીસનાં હાથમાં, રાતોરાત થઇ સાફ-સફાઇ
, સોમવાર, 15 સપ્ટેમ્બર 2014 (17:49 IST)
વડા પ્રધાન બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવનારા નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારી સહિત ચાર હજારથી વધુ જવાનોને મહાનુભાવોની સુરક્ષા માટે તહેનાત કરવામાં આવશે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ, તેમનું પ્રતિનિધિમંડળ અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવવાના છે. વડા પ્રધાન અને ચીનના રાષ્ટ્રપતિને કેન્દ્ર સરકાર દ્વારા મળતી સુરક્ષા માટે કેન્દ્રીય એજન્સીઓ ગુજરાત આવી ગઈ છે અને મહાનુભાવોની સુરક્ષા બાબતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. બીજી તરફ ગુજરાત પોલીસ પણ મહાનુભાવોની સુરક્ષામાં કચાશ રાખવા માગતી નહીં હોવાથી સુરક્ષા વ્યવસ્થા માટે રાજ્યભરમાંથી ૪૦૦૦થી વધારે પોલીસ જવાનોને અમદાવાદમાં બંદોબસ્તમાં તૈયાર કર્યા છે. આ મહાનુભાવો ગાંધીઆશ્રમ, સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેવાની છે. આ બંને જગ્યા તથા તેઓ જે હોટલમાં રોકાવાના છે ત્યાં પણ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મહાનુભાવોની સુરક્ષા વ્યવસ્થા માટે અમદાવાદના ચાર ડીસીપી, છ એસીપી, ૧૨ પીઆઈ, ૮૪ પીએસઆઈ, ૨૦ મહિલા પોલીસ અને ૧૪૫૦ જેટલા હેડકોન્સ્ટેબલ-કોન્સ્ટેબલ તહેનાત રહેશે. આ ઉપરાંત બહારથી આઠ ડીસીપી, ૨૫ એસીપી, ૭૧ પીઆઈ, ૧૬૮ પીએસઆઈ, બે હજાર કોન્સ્ટેબલ અને ૫૦ મહિલા પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત ૩૦ મોબાઈલ યુનિટ પણ ત્રણેય સ્થળો પર ગોઠવવામાં આવી છે. એટલું જ નહીં એસઆરપીના ૭૧ જવાનો તહેનાત રહેશે. આમ મહાનુભાવોની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી ૧૨ ડીસીપી, ૩૧ એસીપી, ૮૩ પીઆઈ, ૨૫૨ પીએસઆઈ, ૩૪૫૦ કોન્સ્ટેબલ, ૭૦ મહિલા પોલીસ કર્મચારી અને એસઆરપીના ૭૧ જવાનોને સોંપવામાં આવી છે.

અમદાવાદની મુલાકાતે આવનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એટલું જ નહીં તેમની સુરક્ષા માટે બોમ્બ ડિસ્ક્લોઝર સ્કવોડ તથા ડોગ સ્કવોડની સાથે ફ્લડ રેસ્ક્યુ ટીમ એટલે કે પૂર આવે ત્યારે બચાવ કામગીરી કરતી ટીમની એક કંપની પણ તહેનાત રાખવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મહાનુભાવો ગાંધીઆશ્રમ, રિવરફ્રન્ટની મુલાકાત લેવાના છે તેમજ તેઓ વસ્ત્રાપુરની એક હોટલમાં રોકાણ કરવાના છે. આ તમામ સ્થળો ઉપર જામર લગાવીને ફોન મૂંગા કરી નાખવામાં આવશે તેમજ પાંચ બગેઝ સ્નેકર, બે નેત્ર ટીમ, બોમ્બ અને ડોગ સ્કવોડની દસ ટીમો, ચેતક કમાન્ડોનું એક યુનિટ અને દૂરબીન, નાઈટ વિઝન ગોગલ્સ, બાયનો ક્યુલર ટીમ પણ પોલીસ જવાનો સાથે સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે.

Share this Story:

Follow Webdunia gujarati