Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ડ્રાઇવર વગરની ટ્રેનો દોડશે

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ડ્રાઇવર વગરની ટ્રેનો દોડશે
, સોમવાર, 29 જુલાઈ 2013 (15:40 IST)
P.R
અમદાવાદ અને ગાંધીનગરને જોડતા મહત્વાકાંક્ષી મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને આ યોજના માટેની ડિઝાઇન ઍડવાઇઝરી કમિટીએ મંજૂરી આપી દીધી છે. બન્ને શહેરો વચ્ચે મીટરગેજ નહીં પણ બ્રૉડગેજ લાઇન પર ટ્રેનો દોડશે અને રસપ્રદ વાત એ છે કે આ ટ્રેનો ઑટોમેટિકલી જ દોડશે એટલે કે તેમાં ડ્રાઇવર નહીં હોય. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બ્રૉડગેજ લાઇનને કારણે એક હજાર કરોડ રૂપિયા સુધીની બચત કરી શકાશે. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરી આ વર્ષના અંત સુધીમાં શરૂ થશે અને ૨૦૧૭ના ઑગસ્ટ સુધીમાં પહેલા તબક્કાનું કામ પૂર્ણ કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. સમગ્ર પ્રોજેક્ટ ૨૦૨૧ના માર્ચ સુધીમાં પૂરો કરી દેવામાં આવશે.

ઍડવાઇઝરી કમિટીએ બ્રૉડગેજ અને મીટરગેજ લાઇનના લાભ-ગેરલાભની સમીક્ષા કર્યા બાદ બ્રૉડગેજ લાઇન રાખવાનો નિર્ણય કર્યો હતો. મેટ્રો એક્સપ્રેસલિંક ફૉર ગાંધીનગર ઍન્ડ અહેમદાબાદ નામની કંપની આ સમગ્ર પ્રોજેક્ટ હાથ ધરશે. આ પ્રોજેક્ટમાં ફ્રાન્સની એજીસ રેલ નામની કંપનીની સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ કંપનીએ તેના રિપોર્ટમાં સ્ટાન્ડર્ડી ગેજને સ્થાને બ્રૉડગેજ રાખવાની સલાહ આપી હતી. અહેવાલ મુજબ બ્રૉડગેજ લાઇન હોવાથી વધુ કૅપેસિટી ધરાવતા પહોળા કોચ રાખી શકાશે, જેથી કોચની સંખ્યા ઘટાડી શકાશે અને ટ્રેનને ચલાવવાના ખર્ચમાં ૧૧ ટકાનો ઘટાડો કરી શકાશે.

અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની મેટ્રો રેલ દેશની પ્રથમ ડ્રાઇવરલેસ મેટ્રો સિસ્ટમ હશે. આ પ્રોજેક્ટમાં ટ્રેનોની ફ્રીકવન્સી અને સુરક્ષા અન્ય ટ્રેનો કરતાં અનેક ગણી વધારે હશે.

Share this Story:

Follow Webdunia gujarati