Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અનામતની અાગમાં AMTS-BRTSની ૩૫ બસ સ્વાહા, ૫૦ કરોડનું નુકસાન

અનામતની અાગમાં AMTS-BRTSની ૩૫ બસ સ્વાહા,  ૫૦ કરોડનું નુકસાન
અમદાવાદઃ , બુધવાર, 26 ઑગસ્ટ 2015 (15:24 IST)

પાટીદાર અનામત આંદોલને ગઈ કાલ સાંજથી હિંસક વળાંક લેતાં અમદાવાદમાં ઠેર ઠેર તોફાનો થયા હતા. એએમટીએસ અને બીઆરટીએસને આશરે રૂ. ૫૦ કરોડનું જંગી નુકસાન થયું છે. આજે એએમટીએસ અને બીઆરટીએસ બસો પોલીસ તંત્ર તરફથી ચાલુ કરવાની સૂચના ન મળે ત્યાં સુધી રોડ ઉપર ફરશે નહીં.

ગઈ કાલે તોફાનીઓ એએમટીએસ બસને ટાર્ગેટ બનાવતા એએમટીએસ તંત્રને  ઓછામા ઓછું ર૦ કરોડનું નુકસાન થયું છે આ ઉપરાંત ઉતારુઓ પણ આવનાર દિવસોમાં બસના અભાવે મુસીબતમાં મુકાઈ ગયા છે. દરમિયાન એએમટીએસની કુલ ૩૨ બસને તોફાનીઓ આગ ચાંપીને ભસ્મીભૂત કરી છે જ્યારે ૧૭ બસમાં ભાગફોડ કરી છે આમ ૪૯ બસને નિશાન બનાવી છે તેમ એએમટીએસના ચેરમેન બાબુલાલ ઝડફિયા કહે છે.
webdunia


એએમટીએસ સંસ્થાની માલિકીની ૧૦ બસને આગને હવાલે કરનાર તોફાનીઓએ પ્રાઈવેટ કંપનીની ૨૨ એએમટીએસ બસને પણ ધુધુ કરતી સળગાવી હતી. એએમટીએસ તંત્ર દ્વારા જણાવ્યા મુજબ ઘાટલોડિયા, સીટીએમ, ઘુમા,  રાણીપ, મહાદેવનગર અને ગોતામાં આ એએમટીએસ બસને આગ ચંપાઈ હતી. એએમટીએસ બસની રૂટ નં.૯૦, ૩૦/૩, ૭૯, ૭૦/૧, ૬૬/૩, ૧૩૭/૧, ૧૪૭/૨, ૭૭, ૭૫, ૧૪૨ અને ૧૫૦ કુલ ૧૭ બસ પર ઉપદ્રવીઓએ પથ્થરમારો કરીને આ બસોને નુકસાન પહોંચાડ્યું છે.
પૂર્વદીપ સોસાયટી (સીટીએમ) ખાતે ૨ બીઆરટીએસ બસ અને વસ્ત્રાલ ખાતે એક બીઆરટીએમ મળીને કુલ ત્રણ બસને સળગાવાઈ હતી. બીઆરટીએસના જનરલ મેનેજર દીપક ત્રિવેદી કહે છે કે જયમંગલ, રામરાજ્યનગર બસ સ્ટેશન અને વિશ્વકર્મા સોસાયટી, સોલા-બોપલ કેબિન સહિત હાલ ચાલતા પ્રાથમિક અંદાજ મુજબ ૧૫થી વધારે બસ સ્ટેશન અને કેબિનને  નુકસાન થયું છે. આ અંગેનો સર્વે ચાલી રહ્યો. સર્વે રિપોર્ટ બાદ નુકસાનીનો અંદાજ આવશે.

Share this Story:

Follow Webdunia gujarati