Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગરીબોને ઘર આપવા 500 કરોડ ફાળવ્યા

ગરીબોને ઘર આપવા 500 કરોડ ફાળવ્યા
, શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2012 (15:34 IST)
ગુજરાત સરકારના વર્ષ 2012-13ના બજેટમાં ગરીબ પરિવારોને ઘર આપવા માટે 500 કરોડ રૂપિયાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં 12045 નંદઘરો બનાવાશે. બાળકો માટેના નંદઘર પાછળ 411 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને દવાઓ પુરી પાડવા માટે અલગ કોર્પોરેશન બનશે. મધ્યમ વર્ગ માટે 2000 કરોડ રૂપિયાના ખર્ચે પોષાય તેવા મકાનો શહેરોમાં બનાવવામાં આવશે. 5 લાખથી વધારે વસ્તીવાળા શહેરોમાં ગરીબો માટે નાઈટ શેલ્ટર બનાવવામાં આવશે.

ગુજરાત સરકારે પંચાયત વિભાગ માટે 915 કરોડ રૂપિયા, ગામડાંને શહેરો જેવી સુવિધાઓ આપવા માટે 120 કરોડ રૂપિયા, ગ્રામવિકાસ વિભાગ માટે 800 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

ગુજરાતમાં 2700 નવા ગ્રામ સચિવાલય બનાવવા માટે 125.59 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના 5000 ગામડાંની સફાઈ માટે 132 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે.

રાજ્ય સરકારે પાણી-પુરવઠા વિભાગ માટે 2500 કરોડ રૂપિયા અને માર્ગ-મકાન વિભાગ માટે 4260 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આપણો તાલુકો, વાઈબ્રન્ટ તાલુકો યોજના માટે 403. 25 કરોડની જોગવાઈ કરાઈ

Share this Story:

Follow Webdunia gujarati