Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એક ચિન્તા

સૂરસિહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'

એક ચિન્તા
N.D
શયનો ફૂલનાં કરમાઈ ગયાં,
અનિલો સુરભિ સહુ લેઈ ગયા;
અહ ! કંટકની જ બિછાત રહી;
બસ કંટકની સહુ વાત રહી !

અમી-નિર્ગળતુ ઝરણું અટક્યું,
વિષનો પરિવાહ વહ્યો જ, પ્રભુ !
સઘળા પલટાય સહાઈ ગયા;
ભવ એક મહીં ભવ લાખ થયા.

મુજ નેત્ર તણું સહુ હીર ભળ્યુ,
મુજ વ્યર્થ ગયું સઘળું ગણવુ;
પણ એ નયનો, મૃદુ એ નયનો,
હજુ શું રડતાં જ હશે નયનો ?

Share this Story:

Follow Webdunia gujarati