Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અટકચાળો છોકરો

અટકચાળો છોકરો
N.D
એક અડપલો છોકરો, જીવો જેનુ નામ :
અતિશે કરતો અડપલાં, જઈ બેસે જે ઠામ,

કાગળ કાં લેખણ છરી, જે જે વસ્તુ જોય;
ઝાલે ઝુમી ઝડપથી, હીરા જેવી હોય,

ના ના કહી માને નહી, કહ્યુ ન ધારે કાન;
એને પણ દિન એકમાં, સર્વ વળી ગઈ સાન,

ડોસો ચસ્માં ડાબલી મેળી ચડીઆ માળ;
અતિ આનંદે અડપલે, તે લીધા તત્કાળ,

ચશ્માં નાક ચઢાવીઆ, ખાડાળા જે ખોબ;
ડાબલી લીધી દેખવા, ધારીને પગ ધુબ

ઢીલુ ન હતુ ઢાંકણુ, જબરૂ કીધુ ઝોર;
ઉઘડતા તે ઉછળ્યુ, કેધો સોર બકોર,

આંખા મોં ઉપર પડી, તેમાંથી તપખીર;
ફાંફાં મારે ફાંફડો, ધારે ન શક્યો ધીર,

ચશ્માં નાખ્યાં ચોકમાં છીં છીં છીંકો ખાય;
થાક્યો તે થુ થુ કરી, જીવો રોતો જાય,

ચોળે ત્યાં તો ચો ગણો, આંખે આંધળો થાય;
ડોસે દીધો દીકરો, ચશ્માંના ચોરાય.

ડોસે ડારો દઈ કહ્યુ, હસવું તે થઈ હાણ;
લાડકડા એ લાગનો, જીવા છુ તુ જાણ

ચશ્માં તો વસમાં થયા, ડબીએ વાળ્યો ડાટ;
જીવે ફરીને જીવતા, ઘડ્યો ન એવો ઘાટ.

થોભ નહી જ્યાં લોભનો, શોભા સઘળી જાય;
તૃષ્ણાથી તરસ્યો સદા, ધનથી નહી ધરાય.

Share this Story:

Follow Webdunia gujarati