રોજ જલસાથી પૈસા વાપરતી દીકરી
આજે શાકભાજીના ભાવ કરાવતી થઈ ગઈ
કાલ સુધી સ્કૂટી ફુલ સ્પીડથી ચલાવતી દીકરી
આજે બાઈકમાં પાછળ બેસતી થઈ ગઈ
ગઈકાલે સુધી ત્રણ ટાઈમ બિંદાસ જમતી દીકરી
આજે ત્રણ ટાઈમ જમવાનું બનાવતી થઈ ગઈ
હમેશા પોતાનું ધાર્યું કરતી દીકરી
આજે પતિને પૂછીને કરતી થઈ ગઈ
મમ્મી પાસે કામ કરાવતી દીકરી
આજે સાસુનું કામ કરતી થઈ ગઈ
બહેન ભાઈ સાથે લડતી દીકરી
આજે સાસુનુ માન કરતી થઈ હઈ
ભાભી સાથે મજાક કરતી દીકરી
જેઠાણીનો આદર કરતી થઈ ગઈ
પિતાની આંખનો પાણી
આજે સસરાના ગ્લાસનું પાણી થઈ ગઈ
ને તો પણ લોકો કહે છે કે
વાહ અમારી દીકરી સાસરીયાની થઈ ગઈ
( આવું બલિદાન ફકત દીકરી જ કરી શકે માટે એની ઝોળી વાત્સલ્યથી ભરેલી રાખજો )