Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

save the girl child રોજ જલસાથી પૈસા વાપરતી દીકરી

રોજ જલસાથી પૈસા વાપરતી દીકરી
, બુધવાર, 21 જાન્યુઆરી 2015 (14:34 IST)
webdunia
રોજ જલસાથી પૈસા વાપરતી દીકરી 
webdunia
આજે શાકભાજીના ભાવ કરાવતી થઈ ગઈ 
કાલ સુધી સ્કૂટી ફુલ સ્પીડથી ચલાવતી દીકરી 
આજે બાઈકમાં પાછળ બેસતી થઈ ગઈ 
ગઈકાલે સુધી ત્રણ ટાઈમ બિંદાસ જમતી દીકરી 
આજે ત્રણ ટાઈમ જમવાનું બનાવતી થઈ ગઈ
હમેશા પોતાનું ધાર્યું કરતી દીકરી 
આજે પતિને પૂછીને કરતી થઈ ગઈ
મમ્મી પાસે કામ કરાવતી દીકરી 
આજે સાસુનું કામ કરતી થઈ ગઈ
બહેન ભાઈ સાથે લડતી દીકરી
આજે સાસુનુ માન કરતી થઈ હઈ 
ભાભી સાથે મજાક કરતી દીકરી
જેઠાણીનો આદર કરતી થઈ ગઈ
પિતાની આંખનો પાણી
આજે સસરાના ગ્લાસનું પાણી થઈ ગઈ 
ને તો પણ લોકો કહે છે કે 
વાહ અમારી દીકરી સાસરીયાની થઈ ગઈ 
 
( આવું બલિદાન ફકત દીકરી જ  કરી શકે માટે એની ઝોળી વાત્સલ્યથી ભરેલી રાખજો )  

Share this Story:

Follow Webdunia gujarati