ઠંડીના સંકજામાંથી નીકળી હવે કોયલની મીઠી તાનની વાટ જોવાઈ રહી છેકોયલ ટહુકે તો સમજો કે વસંતનુ આગમન થઈ ગયુ છેકોયલ અને વસંતનો સબંધ તો સદીઓ પહેલાનો છેપણ હવે તો નથી સંભળાતો એ મીઠો અવાજક્યાં ગઈ કોયલ, ખબર નહી તમને ખબર છે ?નથી હવે એ ઠંડક આપતો ઝાડનો આશરોજ્યાં બેસીને કોયલ ગાઈ શકે નથી દેખાતા અહીં કેરીના મોરજેને કોયલ માણી શકે
જાગો હવે તો શહેરના ઘેલા સાથીઓ
વાવો વૃક્ષ વધુ જેથી
બાળકો તમારા કુદરતને જાણી શકે
કરો કેટલી પણ પ્રગતિ પણ
લીલોતરી રહેશે તો જીવન આપણુ છે
ખુદને વસાવવા હટાવીશુ જો વૃક્ષોને
તો કેવી રીતે ટકાવશો આ જીવનને ?