આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા ;યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની ! 6 દેખી બુરાઈ ના ડરુ હું, શી ફિકર છે પાપની ?ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની ! 7 થાકું સિતમથી હોય જ્યાં ના કોઈ ક્યાંયે આશના ;તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની ! 8 જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની ! 9 પ્યારુ તજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર ;ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની ! 10 રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો ?આશકોના રાહની જે રાહદારી આપની ! 11
જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધુ;
જૂની નવી ના કાંઈ તાજી એક યાદી આપની ! 12
ભૂલી જવાની છો બધી લાખો કિતાબો સામટી ;
જોયુ ન-જોયું છો બને, જો એક યાદી આપની ! 13
કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાંખુ બધી ;
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની ! 14