Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અરે, રુડો માનવ દેહ આવ્યો

અરે, રુડો માનવ દેહ આવ્યો

દલપતરામ

N.D
અરે રુડો માનવ દેહ આવ્યો, બહુ પ્રતાપી પ્રભુએ બનાવ્યો.
તમે વિચારો હિત જો તમારુ, કરો કરો કાંઈક કામ સારું. 1

ન કાઢશો કાળ કદી નકામો, પરોપકારી શુભ નામ પામો,
ઠગાઈથી નામ ઠરે નઠારું, કરો કરો કાંઈક કામ સારુ. 2

સુકીર્તિનો સ્વાદ સદૈવ ચાખો, આ લોકમાં નામ અખંડ રાખો,
તો વાગશે નિર્ભયનું નગારુ, કરો કરો કાંઈક કામ સારુ. 3

હેતે કરો પુણ્ય પવિત્ર હાથે, હાથે કર્યુ તે જ સદૈવ સાથે ;
બીજુ નહી એક મળે બુઝારું, કરો કરો કંઈક કામ સારુ, 4

જરે કરી ઉન્મદતા ન આણો, જરે કરીન નહિ શ્રેષ્ઠ જાણો;
જરે કરીને ન રમો જુગારુ, કરો કરો કાંઈક કામ સારુ. 5

આયુષ્યમાંથી પળ ઓછી થાય, મહામુલી તે નહિ મેળવાય;
જરૂર આ જીવન છે જનારુ, કરો કરો કાંઈક કામ સારુ. 6

મહીપતીઓ પણ રાજ્ય મેલી, ખપી ગયા ભૂ પર ખેલ ખેલી;
વિશેષ શુ વર્ણન હું વધારું, કરો કરો કાંઈક કામ સારુ. 7

નથી નથી નિશ્વલ દ્રવ્ય દેહ, નથી નથી નિશ્વલ નરિનેહ;
અંતે થશે તે સઘળુ6 અકારુ, કરો કરો કાંઈક કામ સારુ. 8

મનુષ્યકાયા નથી મોજ માટે, ઘડી નથી તે પશુપક્ષી ઘાટે;
અખંડ સ્વર્ગે સુખ આપનારુ, કરો કરો કાંઈક કામ સારુ. 9

Share this Story:

Follow Webdunia gujarati