આસો વદ દસમ શનિવાર
ધનમાં મંગળ - હવામાન - બજારોમાં અસર!
ટિકેટના શૃંગારનો પ્રારંભ.
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૧ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૩૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૧ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૩૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૩ મિ.
જન્મરાશિ :- આજે સાંજના ૪ ક. ૩૭ મિ. સુધીમાં જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની સિંહ (મ.ટ.) રાશિ આવે.
નક્ષત્ર :- આશ્લેષા સાંજના ૪ ક. ૩૭ મિ. સુધી પછી મઘા. આજે સાંજના ૪ ક. ૩૭ મિ. સુધીમાં જન્મેલ બાળક માટે આશ્લેષા શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ :- સૂર્ય-તુલા (ચિત્રા), મંગળ-ધનમાં ૧૩-૪૯થી, બુધ-કન્યા, ગુરૃ-કર્ક, શુક્ર-કન્યા, શનિ-તુલા, રાહુ-કન્યા, કેતુ-મીન, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન
ચંદ્ર- સાંજના ૪ ક. ૩૭ મિ. સુધી કર્ક પછી સિંહ
વિક્રમ સંવત : ૨૦૭૦ વિશ્વાવસુ સં. શાકે : ૧૯૩૬, જય સંવત્સર, જૈનવીર સંવત : ૨૫૪૦
દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : આસો ૨૬