તા.૧૪-૦૩-ર૦૧૬ સોમવાર ફાગણ સુદ છઠઃ આચાર્ય સુંદર સાહેબની પુણ્યતિથિ (સચ્ચિદાનંદ) રવિયોગ સ.૦૯.ર૬. કુમારયોગ ૦૯.ર૬થી ૧ર.પ૭ સૂર્યનો મીનમાં પ્રવેશ ૧૧.૧૬થી. મુ.૪પ. સમર્ઘ સંક્રાંતિ પુણ્યકાળ ૧૧.૧૬થી ૧૭.૪૦, મીનારક શરૂ. કમુરતાં શરૂ. નક્ષત્રઃ કૃતિકા. આજે જન્મેલાંની રાશિઃ વૃષભ.
તા.૧પ-૦૩-ર૦૧૬ મંગળવાર ફાગણ સુદ સાતમઃ આવાં (પારસી માસ ૦૮) અઠ્ઠાઇ પ્રારંભ. (જૈન) હોળાષ્ટક પ્રા.૧૧.૧૧થી રોહિણી, વિષ્ટિ ૧૧.૧૧થી રર.૩૩. રાજયોગ ૦૮.૧૮થી ૧૧.૧૧. નક્ષત્રઃ રોહિણી. આજે સાંજના ૧૯.પ૭ સુધી જન્મેલાંની રાશિઃ વૃષભ તે પછી મિથુન.
તા.૧૬-૦૩-ર૦૧૬ બુધવાર ફાગણ સુદ આઠમઃ બુધાષ્ટમી, દુર્ગાષ્ટમી. રવિયોગ પ્રારંભ. ૦૭.૪૭ નક્ષત્રઃ મૃગશીર્ષ. આજે જન્મેલાંની રાશિઃ મિથુન.
તા.૧૭-૦૩-ર૦૧૬ ગુરુવાર ફાગણ સુદ નોમઃ સિદ્ધિયોગ ૦૭.પ૧થી રવિયોગ અહોરાત્ર. સ્થિરયોગ સૂર્યોદયથી ૦૭.પ૧. સૂર્ય ઉત્તરા ભાદ્રપદમાં ૧૯.૩૬ નક્ષત્રઃ આર્દ્ર. આજે રાતના ર૬.૧૯ સુધી જન્મેલાંની રાશિઃ મિથુન. તે પછી કર્ક
તા.૧૮-૦૩-ર૦૧૬ શુક્રવાર ફાગણ સુદ દશમઃ રવિયોગ અહોરાત્ર કુમારયોગ ૦૮.૩ર સુધી. બુધનો મીનમાં પ્રવેશ ર૮.૩૬. નક્ષત્રઃ પુનર્વસુ. આજે જન્મેલાંની રાશિઃ કર્ક
તા.૧૯-૦૩-ર૦૧૬ શનિવાર ફાગણ સુદ અગિયારશઃ આમલકી એકાદશી (આમળાં) રવિયોગ સમાપ્ત ૦૯.૪૮. નક્ષત્રઃ પુષ્ય. આજે જન્મેલાં જાતકોની રાશિઃ કર્ક.
આમલકી એકાદશીઃ ભગવાન શ્રીહરિ, વિષ્ણુને સર્વ અગિયારશ ખૂબ જ પ્રિય છે. સર્વોત્તમ તિથિ એકાદશીને ભગવાને વરદાન આપતાં કહ્યું હતું કે, “હે સર્વશ્રેષ્ઠ એકાદશી. આજના દિવસે જે કોઇ ભકત મારું નામ લઇ તારો ઉપવાસ કરશે તેને હું અપાર સુખ આપીશ. તેનાં યોગ અને ક્ષેમનું વહન હું કરીશ.” આ એકાદશી ખૂબ પવિત્ર હોઇ વિધિપૂર્વક તેનો ઉપવાસ કરવાથી ખૂબ પુણ્ય મળે છે.
તા.ર૦-૦૩-ર૦૧૬ રવિવાર ફાગણ સુદ બારશઃ ગોવિંદ દ્વાદશી. પ્રદોષ. દગ્ધયોગ ૧૧.૩૧ સુધી. યમઘંટયોગ ૧૧.૩૪થી સાયન સૂર્યનો મેષમાં પ્રવેશ ૧૦.૦૧થી. ઉત્તર ગોળાર્થ અને વિષુવદિન (પયોવ્રત સમાપ્ત) નક્ષત્રઃ આશ્લેષા. આજે સવારના ૧૧.૩૪ સુધી જન્મેલાંની રાશિ કર્ક, તે પછી સિંહ.