Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્વચ્છ ભારત અભિયાનની આડમાં પત્નીને જીવતી દફનાવી...

સ્વચ્છ ભારત અભિયાનની આડમાં પત્નીને જીવતી દફનાવી...
, મંગળવાર, 7 જૂન 2016 (14:51 IST)
પીએમ મોદીના સ્વચ્છ ભારત અભિયાનને દેશભરમાં અપનાવવામાં આવી રહ્યુ છે. જ્યા આ પગલાની સર્વત્ર પ્રશંસા કરવામાં આવી રહી છે અને તેને અપનાવવામાં આવી રહી છે. બીજી બાજુ એક માણસે સ્વચ્છ ભારત અભિયાનની આડમાં પોતાની પત્નીની હત્યા કરી લાશ ઠેકાણે લગાવવાનો પ્લાન બનાવી નાખ્યો. 
 
રાજસમંદ જીલ્લાના મજરેગાવમાં રહેનારા ચાંદમલ જૈને જણાવ્યુ કે તે સ્વચ્છ ભારત અભિયાનથી ખૂબ પ્રભાવિત થયો છે. જ્યારે  ગામમાં મોટાભાગના લોકો પોતાના ઘરમાં ટોયલેટ બનાવડાવી રહ્યા હતા ત્યારે ચાંદમલે પણ આવુ કરવાનુ વિચાર્યુ. 
 
ગામના લોકોને લાગ્યુ કે ચાંદમલ ઘરમાં ટૉયલેટ બનાવીને સારુ પગલુ ઉઠાવી રહ્યો છે અને તેણે આ માટે ચાંદમલની પ્રશંસા પણ કરી. પણ જ્યારે સત્ય સામે આવ્યુ તો ગામના  લોકોના હોશ ઉડી ગયા. ઉલ્લેખનીય છે કે ચાંદમલે પોતના ઘરના ટૉયલેટ માટે ખાડો તો ખોદાવ્યો પણ તેણે તેના પર ટૉયલેટ બનાવવાને બદલે પોતાની પત્નીને જીવતી દફનાવી દીધી. 
 
ત્યારબાદ તે કાંદિવલીથી ભાગી ગયો જ્યાથી તેને પોલીસે પકડી લીધો છે. પોલીસના કહેવા મુજબ ચાંદમ્લ રાજસ્થાનના મજરેગામનો રહેનારો છે. જ્યા તે એક કરિયાણાની દુકાન ચલાવે છે. કેલવાડા પોલીસ મુજબ ચાંદમલનું 2013માં સરિતા સાથે લગ્ન થયા હતા. લગ્ન પછી સરિતા સતત બીમાર રહેવા માંડી અને ડૉક્ટરોએ તેને બેડ રેસ્ટ કરવાનુ કહી દીધુ.  
 
આ દરમિયાન તેણે એક બાળકને જન્મ પણ આપ્યો પણ તે બાળક જીવી ન શક્યો. પત્નીની બીમારીથી કંટાળીને ચાંદમલે તેની હત્યા કરવાનુ વિચાર્યુ. એપ્રિલમાં ચાંદમલે કેટલાક સ્થાનીક મજૂરોને બોલાવીને ઘરમાં ટૉયલેટ બનાવવા માટે ખાડો ખોદાવ્યો. જ્યાર મજૂર ખાડો ખોદીને ચાલ્યા ગયા તો ચાંદમલે પોતાની પત્નીને તેમા જીવતી દફનાવી દીધી. 
 
તેણે બીજા દિવસે મજૂરોને એવુ કહીને કામ કરવાની ના પાડી દીધી કે તેની પાસે પૈસા બચ્યા નથી. ચાંદમલ માટે સમસ્યા ત્યારે ઉભી થવી શરૂ થઈ જ્યારે પડોશીઓ અને સંબંધીઓએ તેને તેની પત્ની વિશે પૂછવુ શરૂ કર્યુ. 
 
જો કે તેણે શરૂઆતમાં તો એવુ કહી દીધુ કે તે પોતાના માતા-પિતાના ઘરે ગઈ છે.  તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધીવી કે તેની પત્ની ઘરેથી 5 હજાર રૂપિયા લઈને જતી રહી છે.  છેવટે રવિવારે ઘરમાં ખોદકામ કરી લાશ જપ્ત કરવામાં આવી અને ચાંદમલે મુંબઈના કાંદિવલી સ્થિત તેના સંબંધીઓના ઘરમાંથી તેની ધરપકડ કરી લીધી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શાહરૂખ-આમિર ખાય છે ભારતનું અને ગાય છે પાકિસ્તાનનુ - સાધ્વી પ્રાચી