સંજય દત્ત વિરુદ્ધ વોરંટ રજૂ
બારાબંકી , ગુરુવાર, 9 ડિસેમ્બર 2010 (10:35 IST)
ઉત્તરપ્રદેશની બારાબંકી જિલ્લા કોર્ટે મુંબઈ પોલીસને ફિલ્મ અભિનેતા સંજય દત્ત વિરુદ્ધ રોંટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. અગાઉની લોકસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી માયાવતી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાના આરોપમાં જિલ્લા સરકરે સંજય દત વિરુદ્ધ ટિકૈતનગર પોલીસ મથકમાં મામલો નોંધાવ્યો હતો. વિવિધ તારીખો દરમિયાન કોર્ટ્માં હાજર ન થવા પર આઠ નવેમ્બરના રોજ ફિલ્મ અભિનેતા વિરુદ્ધ બિન જમાનતી વોરંટ રજૂ થયુ હતુ. કોર્ટે પત્ર લખીને મુંબઈ પોલીસ પ્રમુખને વોરંટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. બુધવારે સુનાવણી માટે સંજય દત્તની તરફથી કોઈના ન આવવા પર કોર્ટએ મુંબઈ પોલીસને ફરીથી વોરંટનો અમલ કરવાનો આદેશ આપીની આગામી તારીખ 15 જાન્યુઆરી નક્કી કરી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ચૂંટણી દરમિયાન ફૈજાબાદ સંસદીય સીટના સપા ઉમેદવારના સમર્થનમાં બારાબંકીના ટિકૈતનગર ગામમાં ચૂંટણી સભા દરમિયાન સંજય દત્તે મુખ્યમંત્રી પર આપત્તિજનક ટિપ્પણી કરતા તેમને જાદુની ઝપ્પી આપવાની વાત કરી હતી.