મહારાષ્ટ્ર નવા નિર્માણ સેનાના અધ્યક્ષને રાજ્ય સરકાર તરફથી અદાલતે ભાષણ કરવાની મનાઈ હુકમ આપવા છતાં મુખ્ય મંત્રીએ રાજને પત્રકાર પરિષદ સંબોધવાની પરવાનગી આપી હતી.
જેથી લોક જનશક્તી પાર્ટીના અધ્યક્ષ વિલાસ પાસવાને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ પાસેથી આ અંગે જવાબ આપવા કહ્યુ છે.
પાસવાને ઠાકરે વિરૂદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન અંતર્ગત કાર્યવાહી કરવાની અને મુંબઈમાં ઉત્તર ભારતીયો પર કરવામાં આવેલા હુમલાની કથિત ન્યાયિક તપાસ કરવાની માંગણી કરી હતી.
પાસવાને રાજનીતિમાં પગપેસારો કરવા પ્રાંતવાદ અપનાવતા રાજ પર દેશદ્રોહનો ગૂનો લાદવા કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં જણાવ્યુ હતું. જેથી વડાપ્રધાને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને કડક શબ્દોમાં પત્ર લખવાની ફરજ પડી હતી.