આજે મોંધવારીના વિરોધમાં ભારત બંધનુ એલાન છે. એલાન ભાજપા અને ડાબેરી મોરચાના નેતૃત્વમાં એકત્ર થયેલ વિપક્ષે આપ્યુ છે. ગુજરાતમાં કમાન ભાજપાના હાથમાં જ છે. તેથી એ દેખીતુ છે કે બંધની પૂરેપૂરી શક્યતા રહેશે. આ એ માટે કે અગાઉ જેટલીવાર પણ બંધ રહ્યુ ત્યારે કેટલીક જગ્યાએ આ અનુભવ સારો નહોતો રહ્યો.
આ અગાઉના બંધ દરમિયાન કેટલાક ભાજપા શાસિત રાજ્યોમાં બળજબરીપૂર્વક બંધ કરાવનારી ટોળકીએ હવાઈ મથક પર તોડફોડ કરીને વિમાન પણ કબજે કર્યુ હતુ, જરૂરી ઓપરેશન માટે જઈ રહેલ ડોક્ટર સાથે મારામારી કરી હતી. સ્ત્રીઓ સાથે અભદ્ર વ્યવ્હાર કરવામાં આવ્યો હતો, જ્યારે હદ ત્યાં થઈ હતી જ્યારે શાળામાંથી બાળકોને બહાર કાઢી તેમને મારવામાં આવ્યા હતા.
આવા દ્રશ્યો પાછળ ભાજપની પોતાની ભૂલ છે, જેમણે પોતાના નેતૃત્વને મેળવવા માટે ઘણા અનૈતિક મુદ્દા પણ ઉઠાવ્યા હતા. આજે ભાજપાએ વોટની સાથે સાથે વિશ્વાસ પણ ગુમાવ્યો છે. ભાજપાએ વિશ્વાસ ખોયો છે એ બુધ્ધિજીવી વર્ગનો જેનુ પ્રબળ સમર્થન જ ભાજપાની દેશવ્યાપી સફળતાનો મજબૂત આધાર રહ્યુ છે. કોંગ્રેસના અંધભક્ત વોટરોથી જુદો આ વિવેકશીલ વર્ગ, ભાજપાના સમર્થકોની કેટલીક વાતોમાં ગુંડાગર્દી જોઈને અફસોસ કરે છે.
આજે વધતી મોંધવારીથી દરેક સામાન્ય માણસ મુશ્કેલીમાં પડ્યો છે. જો વિપક્ષને લાગે છે કે બંધના માધ્યમથી અવાજ બુલંદ કરીને સરકારને મોંધવારી ઓછી કરવાના ઉપાયો માટે રાજી કરી શકાશે, તો તે અવશ્ય કરે, પૂરી મજબૂતાઈથી કરે, પરંતુ તેના વિરોધમાં જોડાવવા માટે કોઈને મજબૂર ન કરે. જો તમારા આટલા મજબૂત એલાન છતા કોઈ ઘર બહાર નીકળ્યુ હોય તો નક્કી તેને કોઈ જરીરી કામ હશે, અથવા તો તેનુ માનવુ હશે કે વિરોધની આ રીત યોગ્ય નથી.
આ તેનો પોતાનો અધિકાર છે અને આ અધિકારનુ સન્માન કરવુ જોઈએ. .. તેના આ ધિકારની સાથે સાથે પોતાની પાર્ટીની શાખ જાળવી રાખવા... ભાઈઓ, પ્લીઝ ગુંડાગીરી ન કરશો.