ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામે ગઈકાલે જણાવ્યું હતું કે, દેશનાં વિકાસ માટે ફુગાવા પર નિયંત્રણ મેળવવું જરૂરી છે. કલામે અમૃતસર પાસે એસ.એલ.પબ્લીક સ્કૂલનાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, ભારત 2020 સુધીમાં મજબૂત અને વિકસિત દેશ બની શકે છે. પરંતુ આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મોંઘવારીને કાબૂમાં લેવી ખૂબ જ આવશ્યક છે.
તેમણે વિદ્યાર્થીઓ સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે એક લક્ષ્ય અને તેને પ્રાપ્ત કરવા સખત પરિશ્રમ કરવો જરૂરી છે.
કલામે વધુંમાં જણાવ્યું હતું કે, શિક્ષકો સરેરાશથી નીચેનાં વિદ્યાર્થીઓને સરેરાશથી ઉપર અને સરેરાશથી ઉપરનાને મેધાવી બનાવી શકે છે.