પદ સામાન્ય લોકોથી દૂર કરી દે છે - રાહુલ
, મંગળવાર, 7 ફેબ્રુઆરી 2012 (17:59 IST)
કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પદની કોઈ ઈચ્છા નથી એવુ નિવેદન આપ્યાના બીજા દિવસે કહ્યુ કે પદ અવરોધ ઉભા કરે છે. અને વ્યક્તિને સામાન્ય લોકોથી દૂર કરી દે છે. રાહુલ અહી એક ચૂંટણી સભાને સંબોધિત કરતા કહ્યુ કે રાજનીતિનો મતલબ પદ નથી હોતો. પદથી અંતર વધે છે. રાજનીતિનો મતલબ છેલ્લા સાત વર્ષોમાં સમજ્યો છે કે રાજનીતિ મતલબ લોકોની સમસ્યા સાંભળો અને તેનો નિકાલ લાવો. તેણે પોતાના કથનનું સમર્થન કરતા કહ્યુ, માયાવતી મુખ્યમંત્રી બની, તેણે પહેલા તો સારુ કામ કર્યુ. કાશીરામે પણ સારુ કામ કર્યુ, પણ પદ આવતા જ માયાવતીએ પોતાના બંગલાની ચારે બાજુ 40 ફૂટ ઊંચી દિવાલ બનાવી લીધી અને જનતાને ભૂલી ગઈ. રાહુલે કહ્યુ કે આ જ રીતે મુલાયમ સિંહ યાદવ પણ મુખ્યમંત્રી બન્યા. તેમણે પણ પહેલા તો સારુ કામ કર્યુ પરંતુ પછી જનતાની મુશ્કેલીઓ તરફથી મોઢુ ફેરવી લીધુ