નવી દિલ્હી. વડાપ્રધાને આજે ટેલિફોન ટેપિંગ વિવાદ બાબતે સ્વીકાર્યું હતું કે આ મુદ્દે કોર્પોરેટ સેક્ટરમાં ગભરાટ છવાયો છે. મનમોહનસિંહ ને ટેપ કરાયેલી વાતચીત લીક થતી અટકાવવા વ્યવસ્થાતંત્રને વધુ કડક બનાવવાની પણ વાત કરી હતી. કેબિનેટ સચિવને આ બધા મુદ્દાઓ તપાસવા અને એક મહિનામાં અહેવાલ આપવા જણાવાયું હોવાનું પણ વડાપ્રધાને કહ્યું હતું.