Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેરલમાં LDFની વિજય રેલીમાં થયો બોમ્બ બ્લાસ્ટ, એકનું મોત આઠ ઘાયલ

કેરલમાં  LDFની વિજય રેલીમાં થયો બોમ્બ બ્લાસ્ટ, એકનું મોત આઠ ઘાયલ
કન્નૂર. , શુક્રવાર, 20 મે 2016 (11:49 IST)
કેરલના કન્નૂર જીલ્લામાં આજે સાંજે માકપા નીત એલડીએફની વિજય રેલીમાં બે બોમ્બ ફેંકવામાં આવ્યા જેનાથી એક વ્યક્તિનુ મોત થઈ ગયુ અને આઠ બીજા ઘાયલ થઈ ગયા. આ ઉપરાંત જીલ્લામાં ભાજપા અને માક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઝડપના સમાચાર છે. માકપાએ આરોપ લગાવ્યો કે આરએસએસ ભાજપાના કેટલાક લોકો  એક વાહનમાં સવાર થઈને આવ્યા અને ધર્મદમમાં એક બોમ્બ ફેંકવામાં આવ્યો જ્યાથી માકપા પોલિત બ્યૂરોના સભ્ય પિનરઈ વિજયનનો વિજય થયો છે. 
 
પોલીસે કહ્યુ કે મારે વ્યક્તિની ઓળખ રવિન્દ્ર (47)ના રૂપમાં થઈ છે અને બોમ્બ ફાટવાથી ચાર બીજા લોકો ઘાયલ થયા છે. એક અન્ય ઘટનામાં મત્તાનુરમાં એક વિજય રેલીમાં પણ બોમ્બ ફેંકવામાં આવ્યો જેમા માકપાના ચાર કાર્યકર્તા ઘાયલ થયા છે.  પોલીસે જણાવ્યુ કે કન્નૂરના કેટલાક બીજા ભાગથી માકપા અને ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બોલચાલ થવાના સમાચાર છે. કાસરગોડના વિદ્યાનગરમાં માકપા અને ભાજપાના કાર્યકર્તાઓ પરસ્પર બાખડ્યા અને એલડીએફના વિજયી ઉમેદવાર ઈ ચંદ્રશેખરન અને માકપા પ્રદેશ સમિતિના સભ્ય કે. નારાયણન પથ્થરમારાની ઘટનામાં ઘાયલ થઈ ગયા. 
 
પોલીસે કાર્યકર્તાઓને વિખેરવા માટે અશ્રુવાયુ છોડ્યા. પોલીસે જણાવ્યુ કે કન્હાનગઢમાં માકપા અને આઈયૂએમએલના કાર્યકર્તાઓ પરસ્પર લડી પડ્યા.  બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં બપોરે લગભગ સવા ત્રણ વાગ્યે આસનસોલમાં ટીએમસીના કાર્યકર્તાઓએ જીતના ઉલ્લાસમાં સીપીએમની ઓફિસમાં આગ લગાવી દીધી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અસમમાં ભાજપાની જીતથી અનેક લોકો થયા હેરાન - મોદી