Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાયદો એવો હોવો જોઈએ કે બીજીવાર બળાત્કાર કરવાને કાબિલ ન રહે

કાયદો એવો હોવો જોઈએ કે બીજીવાર બળાત્કાર કરવાને કાબિલ ન રહે
, શનિવાર, 18 ફેબ્રુઆરી 2012 (10:53 IST)
P.R
દિલ્લીની એક અદાલતે કહ્યું કે કોઇ બાળકી પર દુષ્કર્મ કરનારા કે સીરિયલ રેપિસ્ટ માટે એવી સજા હોવી જોઇએ કે બીજીવાર રેપ કરવા કાબિલ ન રહે. આ માટે ખસીકરણ સિવાય કોઇ ઉચિત સજા નથી. જોકે એડિશનલ સેશન જજ કામિની લો એ કાયદો બનાવનારાઓને અપીલ કરીને આવો કાયદો બનાવવા કહ્યું.

રોહિણી કોર્ટની જજ કામિની લો એ છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનાં મામલાના દોષીને ઉંમરકેદ અને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારતી વખતે કહ્યું કે આવા આરોપી માટે તો ખસીકરણ એ જ શ્રેષ્ઠ સજા છે. જોકે ભારતીય કાયદામાં આને પરંપરાગત સજામાં સામેલ કરી શકાય નહીં એટલે તેમના હાથ બંધાયેલા છે.

જોકે જજે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે સમાજ જીવિત સેક્સ બોમ્બોને સ્વીકાર કરી ન શકે જેનાથી મહિલાઓ અને બાળકોને ખતરો હોય.

23 એપ્રિલ 2011માં દિલ્લીનાં મુકંદપુરમાં રહેનારી બાળકીને આ દોષિત નંદન આઇસક્રિમ ખવડાવવા લઇ ગયો અને તેનાં હાથ પગ બાંધીને આ દુષ્કર્મ કર્યું. નંદને આ પહેલાં પણ આ જ પરિવારનાં એક મહિલા સદસ્ય સાથે આવી કોશિશ કરી હતી પરંતુ બદનામીને કારણે આ વાત છૂપાવી રાખી હતી

Share this Story:

Follow Webdunia gujarati