Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આતંકી સમર્થક ઉમર ખાલિદે પહેલી પોસ્ટ હટાવીને બીજી દેશદ્રોહી પોસ્ટ નાખી

આતંકી સમર્થક ઉમર ખાલિદે પહેલી પોસ્ટ હટાવીને બીજી દેશદ્રોહી પોસ્ટ નાખી
, સોમવાર, 11 જુલાઈ 2016 (12:56 IST)
જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય(જેએનયૂ)ના છાત્ર નેતા ઉમર ખાલિદે આ અઠવાડિયે સુરક્ષાબળો દ્વારા ઠાર કરવામાં આવેલ હિજબુલ મુજાહિદ્દીનના આતંકી કમાંડર બુરહાન વાનીને ક્રાંતિકારી બતાવીને દેશ વિરુદ્ધ ઝેર ઓક્યુ. ખાલિદે જેએનયૂ પરિસરમાં કથિત દેશ વિરોધી નારેબાજીને લઈને પહેલા જ દેશદ્રોહ મામલા પર જામીન પર છે. 
 
તેણે પોતાના ફેસબુક પોસ્ટમાં 'ચે ગ્વેરા' ના એક કથનનો ઉલ્લેખ કરતા કહ્યુ, 'મને મારા મરવાનુ દુખ નહી રહે. જો કોઈ મારી બંદૂર ઉઠાવીને તેને ચલાવતો રહેશે. આ શબ્દ ચે ગ્વેરાના હતા, પણ આ જ શબ્દ બુરહાન વાનીના પણ રહ્યા હશે.' વિવાદ થયા પછી ખાલિદે જો કે થોડા કલાક પછી પોતાની પોસ્ટ હટાવી લીધી. 
 
તેણે વાનીને બહાદુર બતાવતા તેના વખાણ કર્યા અને કહ્યુ, "બુરહન મોતથી નહોતો ગભરાતો, તે ગુલામી હેઠળ વીતાવવાની જીંદગીથી ડરતો હતો. તે આવા જીવનને નફરત કરતો હતો. તે આઝાદ માણસની જેમ જીવ્યો, આઝાદ મર્યો..' ઉમરના આ બોલ ભારત વિરોધી અને અલગાવવાદનુ સમર્થન કરે છે. 
 
ઉમર ખાલિદના ફેસબુક પોસ્ટ પછી સોશિયલ મીડિયા પર બબાલ મચી. અહી સુધી કે જેએનયૂ વિદ્યાર્થી સંઘ પણ વહેંચાઈ ગયુ પણ છતા ઉમર ખાલિદે પોતાના વલણમાં કોઈ બદલાવ ન કર્યો. તેને એક વધુ પોસ્ટ લખી.. જેમા સ્પષ્ટ રૂપે તેણે સૈનિકો અને દેશવાસીઓનુ અપમાન કર્યુ. 
 
ઉમરે પોતાની બીજી પોસ્ટમાં લખ્યુ, "ટ્રોલર આર્મી, હુ હારુ માનુ છુ. તમારા જેવા હજારોનો સામનો હુ એકલો કેવી રીતે કરી શકુ છુ. હા હુ ખોટો હતો. મારે વાણીના મોતની ખુશીમાં તમારો સાથ આપવો જોઈતો હતો. દેશદ્રોહી, ગદ્દાર, આતંકી.. મને માફ કરજો, કાલથી હુ તમારી રાષ્ટ્રવાદની મર્દાનગીને સંતુષ્ટ કરવામાં મદદ કરીશ. હુ હત્યાઓ, રેપ અને ટોર્ચર, ગાયબ કરી દેવા, AFSPA અને બધી વસ્તુઓની ખુશી મનાવીશ.  આવતીકાલથી હુ કમજોરોને પરેશાન કરીને ખુશ અને તાકતવર બનનારી તમારી ભીડનો એક ભાગ બની જઈશ.  પણ મારા રાષ્ટ્રવાદી મિત્રો મને એક વસ્તુ બતાવો કે શુ આનાથી કાશ્મીરમાં જમીની હાલત બદલાય જશે ? 
 
જેના પર જેએનયૂ છાત્રસંઘમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એબીવીપી)ના એકમાત્ર સભ્ય સૌરભ શર્માએ એક નિવેદનમાં કહ્યુ, 'અફઝલ ગુરૂનુ સમર્થન કર્યા પછી ખાલિદે હવે બુરહાન પ્રત્યે સહાનુભૂતિ બતાવી છે. આ આતંકવાદીઓ સાથેના તેમના સંબંધો અને સમર્થનનો સંકેત છે.   આ પ્રકારના રાષ્ટ્રવિરોધી તત્વ સમાજ માટે આતંકવાદીઓ કરતા પણ વધુ ખતરનાક છે. હુ માંગ કરુ છુ કે તેની જામીન રદ્દ કરવી જોઈએ અને તેના સંબંધો વિશે તપાસ કરવી જોઈએ.' 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્ટોન કીલરની પુરી કહાની