Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ તે કેવો પ્રેમ.... જમાઈ સાથે સાસુએ કરી લીધા લગ્ન

આ તે કેવો પ્રેમ.... જમાઈ સાથે સાસુએ કરી લીધા લગ્ન
પટના. , ગુરુવાર, 16 જૂન 2016 (17:08 IST)
બિહારના મઘેપુરા જીલ્લાના પુરૈની ગામમાં પ્રેમનો એક અનોખો મામલો સામે આવ્યો છે. એક મહિલા પોતાની જ પુત્રીના પતિને પ્રેમ કરી બેસી. પ્રેમનુ આ પ્રકરણ આટલેથી જ રોકાયુ નહી. સાસુ અને જમાઈએ એક પગલુ વધુ આગળ વધીને લીધુ અને એકબીજા સાથે લગ્ન કરી લીધા. સાસુ અને જમાઈ જ્યારે પતિ-પત્ની બનીને પરત ફર્યા તો પુત્રી બેહોશ થઈ ગઈ. 
કોર્ટમા મહિલાએ પોતાના જમાઈ સાથે કર્યા લગ્ન - મહિલા આશા દેવીએ થોડા વર્ષ પહેલા જ પોતાની પુત્રીના ખૂબ ધૂમધામથી લગ્ન કર્યા હતા. પણ હવે તેણે જમાઈ સાથે પૂર્ણિયા કોર્ટમાં લગ્ન કરી લીધા.  લગ્નના સાક્ષી કોર્ટના કેટલાક વકીલ જ બની ગયા.  આ સંબંધ પછી પુત્રી પહેલા તો બેહોશ થઈ ગઈ અને પછી આધાત લાગી ગયો.  તેને સમજાતુ નહોતુ કે જે માતાએ તેનુ ઘર વસાવ્યુ હતુ એ હવે ઉજાડી કેમ રહી છે. 
 
સાસુ બીમાર જમાઈને જોવા ગઈ અને પ્રેમ થઈ ગયો - લગ્નના થોડા દિવસ પછી સૂરજ બીમાર પડી ગયો. જમાઈના બીમાર થવાના સમાચાર સાંભળીને સાસુ જમાઈને જોવા માટે ગઈ. અને આ સેવાભાવ વચ્ચે ન જાણે શુ થયુ કે બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. 
 
પ્રેમ પાંગરતો રહ્યો - સાસુ પોતાના ઘરે પરત તો ફરી પણ તેનુ દિલ જમાઈ પાસે જ રહી ગયુ હતુ.  અને હવે સાસુ જમાઈનો પ્રેમ પરવાન ચઢી રહ્યો હતો. બંને કલાકો સુધી એકબીજા સાથે ફોન પર વાત કરવા લાગ્યા.  બીજી બાજુ સૂરજના સસરા દિલ્હીમાં કોઈ ફેક્ટરીમાં કામ કરતા હતા. આ કારણે તે અવારનવાર આશાને મળવા જતો રહેતો. એક દિવસ તો એવુ થયુ કે જ્યારે સૂરજ પત્નીને ઘરે છોડી સાસરે આવીને રહેવા લાગ્યો. 
 
પંચાયતની અનુમતિ મળી - ગ્રામીણોને આ લગ્નની માહિતી મળતા તેમણે પંચાયત કરી સાસુ અને જમાઈને એક સાથે રહેવાની અનુમતિ આપી દીધી. પંચાયતે કહ્યુ કે સાસુ અને જમાઈ વચ્ચે અતૂટ પ્રેમ છે તો તેમને એક સાથે રહેવાની મંજુરી આપવી જોઈએ. આવામાં કોઈને વાંધો ન હોવો જોઈએ. પંચાયતના નિર્ણયથી સાસુ જમાઈ ખુશ છે. 
 
પુત્રીને પોતાની સાથે લઈ ગયા પિતા - યુવકના સસરા પોતાની પુત્રી લલિતાને લઈને પોતાના ગામ આવી ગયા. પુત્રીના પિતા અને મહિલાના પ્રથમ પતિએ કહ્યુ કે જ્યારે મારા જમાઈએ જ મારી પત્ની સાથે લગ્ન કરી લીધા છે તો તેની પાસે મારી પુત્રીને છોડવાનો શુ મતલબ છે.  તેની સાથે તો મારી પુત્રી રડી રડીને મરી જશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિરાટ કોહલી હોટલમાં ડિનર લેતી ફોટો શેયર કરીને ફસાયા, ફેંસ બોલ્યા ગરીબોની મજાક ઉડાવી