અમેરિકા ભારત સાથે નજીકના ભવિષ્યમાં 27 અરબ ડોલર(લગભગ 1200 અરબ રૂપિયા)ના રક્ષા સોદા કરવા માંગે છે, જેમાંથી ઘણા મહત્વપૂર્ણ રક્ષા સોદાને તે અંતિમ રૂપ પણ આપી ચૂક્યા છે.
વિકિલીક્સના એક ખુલાસા મુજબ અ સોદામાં લડાકૂ વિમાનને લઈને પરિવહન વિમાન, હેલીકોપ્ટર, મિસાઈલ અને વિમાનોના એંજિનો સુધીના સોદાનો સમાવેશ છે. ભારતમાં અમેરિકી રાજદૂત ટિમોથી રોમર દ્વારા 29 ઓક્ટોબર 2009માં મોકલેલ એક ગુપ્ત કેબલામાં આ સોદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને અમેરિકા પોતાના હકમાં લેવા માંગે છે. ત્યારબાદ ઘણા સોદાને અંતિમ રૂપ આપવામાં આવી ચૂક્યુ છે.