Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમિત શાહના આક્રમક તેવરોએ વિરોધી દળોની બેચેની વધારી

અમિત શાહના આક્રમક તેવરોએ વિરોધી દળોની બેચેની વધારી
લખનૌ. , સોમવાર, 4 જુલાઈ 2016 (11:56 IST)
ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે થનારા રાજ્ય વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખતા બૂથ કાર્યકર્તાઓએ સાથે બેસીને ભારતીય જનત પાર્ટી(ભાજપા)ની બુનિયાદ મજબૂત કરવામાં લાગેલ પાર્ટી અધ્યક્ષ અમિત શાહની તાબડતોબ સભાઓના વિરોધી દળોને નવેસરથી રણનીતિ બનાવવા પર મજબૂર કરી દીધા છે. 
 
છેલ્લા લગભગ એક મહિના દરમિયાન શાહે કાનપુર, મેરઠ, જોનપુર, વસ્તી સહિત અન્ય ક્ષેત્રોમાં બૂથ પ્રમુખોની સાથે બેસીને પાર્ટીની બુનિયદને પારખ્યુ અને તેમની ચૂંટણીની તૈયારીઓની મુખ્ય ટિપ્સ આપી. તેમની લગભગ દરેક બેઠકમાં કાર્યકર્તાઓએ પૂરા જોશ સાથે ભાગ લીધો અને વિધાનસભા ચૂંટણીમાં વિજયનો સંકલ્પ લઈને પોતાના ક્ષેત્રોમાં પરત ફર્યા. 
 
સંમેલનોમાં ઉમડેલી ભીડથી લાગણીવશ થયેલા ભાજપા અધ્યક્ષે જનતાને અગાઉ લોકસભા ચૂંટણીની જેમ આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં ભાજપાની સરકાર બનાવવા માટે પૂર્ણ બહુમત આપવાની ભલામણ કરી. જેની પાછળ તેમનો તર્ક હતો કે કેન્દ્રની મહત્વની યોજનાઓનો પુરો લાભ અહીના લોકોને નથી મળી રહ્યો અને આ ત્યારે જ શક્ય છે કે પ્રદેશમાં ભાજપાની સરકાર બને અને પ્રદેશ વિકાસના રસ્તા પર સરપટ ભાગી શકે. 
 
પ્રદેશમાં સત્તારૂઢ સમાજવાદી પાર્ટી(સપા)એ શાહના આરોપોને નકારતા કહ્યુ કે વાસ્તવિકતા તો એ છે કે ભાજપા પોતાના વ્યક્તિગત સ્વાર્થની પૂર્તિ માટે રાજ્યમાં સાંપ્રદાયિક સદ્દભાવ બગાડવાનો પ્રયત્ન કરી રહી છે. કૈરાના મામલો તેનુ પ્રત્યક્ષ ઉદાહરણ છે.  ભાજપાએ વર્ગ વિશેષના પલાયનનો ઢંઢેરો પીટ્યો જ્યારે કે હકીકત તેનાથી કોસો દૂર હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુંબઈ નજીકના દહાણુ ખાતે ટ્રેનના 11 ડબ્બા પાટા ઉપરથી ઉતર્યા, ગુજરાત તરફ આવતી અનેક ટ્રેન વિલંબમાં