Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હી રેલવે સ્ટેશન પર મહિલાઓએ CM કેજરીવાલને બતાવી બંગડીઓ

દિલ્હી રેલવે સ્ટેશન પર મહિલાઓએ CM કેજરીવાલને બતાવી બંગડીઓ
નવી દિલ્હી. , ગુરુવાર, 8 સપ્ટેમ્બર 2016 (12:01 IST)
ભાજપા મહિલા મોર્ચાની કાર્યકર્તાઓએ આજે સવારે દિલ્હી રેલવે સ્ટેશન પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો જોરદાર વિરોધ કર્યો. મહિલાઓએ કેજરીવાલને સ્ટેશન પર ઘેરી લીધા અને તેમને બંગડી બતાવી. ભાજપા મહિલા કાર્યકર્તાઓના મુજબ મુખ્યમંત્રી મહિલાઓને પ્રતાડિત કરનારાઓ બધા નેતાઓ વિરુદ્ધ સાર્વજનિક રીતે બોલે.  આ સાથે જ આમ આદમી પાર્ટીમાંથી આશુતોષને બહાર કરવામાં આવે. 
 
ઉલ્લેખનીય છે કે આપના પૂર્વ મંત્રી સંદીપ કુમાર પર રાશન કાર્ડ માટે મહિલાના યૌન શોષણ કરનારાઓનો આરોપ છે અને તાજેતરમાં જ તેમની અશ્લીલ સીડી પણ સામે આવી છે. બીજી બાજુ આપ નેતા આશુતોષે સંદીપનો પક્ષ લીધો હતો. જેને લઈને મહિલાઓમાં રોષ છે. મહિલાઓએ કેજરીવાલ સાથે ઘક્કા-મુક્કી કરવાની કોશિશ પણ કરી. પોલીસ સુરક્ષા જવાનોએ જેમ તેમ કરીને કેજરીવાલને મહિલાઓથી બચાવ્યા. 
 
ટ્રેનમાં ચઢ્યા પછી પણ મહિલાઓ કેજરીવાલની પાછળ પાછળ ચાલતી રહી. પછી બોગીના ગેટ પર પોલીસે મહિલાઓને અંદર ઘુસવાથી રોકી પણ મહિલાઓ ત્યા પણ ન માની. ઉલ્લેખનીય છે કે કેજરીવાલ આજથી પંજાબના પ્રવાસ પર છે. શતાબ્દી એક્સપ્રેસ પાસે કેજરીવાલ લુધિયાના જઈ રહ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે 8મી વાર ઓબામા-મોદીની થશે મુલાકાત, વ્હાઈટ હાઉસને આપી માહિતી