Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ક્યા ગયા રાહુલ ગાંધી વિદેશ કે ઉત્તરકાશી ?

ક્યા ગયા રાહુલ ગાંધી વિદેશ કે ઉત્તરકાશી ?
નવી દિલ્હી. , બુધવાર, 25 ફેબ્રુઆરી 2015 (13:16 IST)
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના રજા પર જવા મામલામાં સતત નવા નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. રાહુલ ગાંધીની ઓફિસે મીડિયામાં એ રિપોર્ટને રદ્દ કરી દીધી છે જેમા બતાવાય રહ્યુ છે કે તેઓ ઉત્તરકાશીમાં રજાઓ મનાવી રહ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તા જગદીશ શર્માએ આવી તસ્વીરો રજુ કરી છે. જેમા રાહુલ ઉત્તરકાશીમાં દેખાય રહ્યા છે. પણ ઓફિસ તરફથી કહેવામાં આવ્યુ છે કે આ તસ્વીરો 2008ની છે જ્યારે રાહુલ અહી આવ્યા હતા. 
 
રાહુલ ગાંધીના વિદેશમાં રજા પર જવાના સમાચાર વચ્ચે કેટલીક તસ્વીરો સામે આવી છે. જેમા દેખાય રહ્યુ છે કે રાહુલ ગાંધી ઉત્તરકાશીમાં હાજર છે. આ તસ્વીરોમાં રાહુલ ટેંટ પણ લગાવીને બેસ્યા છે અને ફુરસતની ક્ષણોનો આનંદ ઉઠાવી રહ્યા છે. જો કે હવે રાહુલ ગાંધીની ઓફિસ તરફથી બતાવાયુ છે કે તસ્વીરો 2008ની છે. 
 
સંસદ બજેટ સત્રના શરૂ થતા જ રાહુલ ગાંધીના રજા પર જવાને લઈને અનેક સમાચાર આવ્યા. વિપક્ષે કટાક્ષ કર્યો કે રાહુલ પોતાની ગુમાવેલ અને પાર્ટીની કોઈ જમીન શોધવા માટે રજા પર ગયા છે. કોંગ્રેસે આલોચનાઓ વચ્ચે કહ્યુ કે રાહુલ ગાંધીને તાજેતરમાં હારમાંથી બહાર નીકળવા અને વિચારવાનો સમય જોઈએ.  તો સમાચાર એ પ્ણ આવ્યા કે રાહુલ પાર્ટી નેતાઓથી નારાજ છે અને તેથી રજા પર છે અને વિદેશ ગયા છે. 

Share this Story:

Follow Webdunia gujarati