Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પનામા પેપર્સ લીકમાં વડોદરાના ગુજરાતી બિઝનેસ મેન ચિરાયુ અમિનનું નામ ખૂલ્યું

પનામા પેપર્સ લીકમાં વડોદરાના ગુજરાતી બિઝનેસ મેન ચિરાયુ અમિનનું નામ ખૂલ્યું
, શનિવાર, 7 મે 2016 (14:07 IST)
પનામા પેપર્સ લીકમાં વધુ એક ભારતીય અને ખાસ કરીને ગુજરાતી બિઝનેસ મેનનું નામ ખૂલ્યું છે. આ નામ એલેમ્બિક ફાર્માના ચેરમેન અને બ્રિટિશ વર્જીન આઈલેન્ડમાં સ્થપાયેલી કંપનીના પ્રમોટર ચિરાયુ અમીનનું છે. પનામાં લો ફર્મ મોસાક ફોન્સેકા દ્વારા રખાયેલા રેકોર્ડ અનુસાર  બ્રિટિશ વર્જીન આઇલેન્ડમાં સ્થપાયેલી કંપનીના પ્રમોટર ચિરાયુ અમીન તેમજ તેમના પરિવારના સભ્યો મલિકા અમીન, પ્રણવ અમીન, સૌનક અમીન અને ઉદિત અમીનના નામો પણ સામેલ છે. ચિરાયુ અમીન વડોદરા સ્થિત એલેમ્બિક ફાર્માસ્યુટિકલના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર છે. કંપનીએ 2015-16માં રૂ. 3,147.71 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું છે.

પ્રણવ અમીન અને ઉદિત અમીન કંપનીના જોઈન્ટ મેનેજિંગ ડાયરેકટર નોંધાયા છે. ઓગસ્ટ 2013માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ઓવરસીઝ ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ કંપનીઓ માટે વિદેશમાં રોકાણ અંગે 'વિન્ડો'શરૂ કર્યા પછી અમીન પરિવારે ઓફશોર અન્ટિટીમાં રોકાણ કર્યું હતું. આ ઓડીઆઇ રૂટ હેઠળ ભારતીય રહેવાસી હોય તેવી વ્યક્તિની માલિકી ધરાવતી કંપની ઓફશોર એન્ટિટીમાં તેની નેટવર્થમાં 400 ટકા સુધીનું રોકાણ કરી શકે છે. જોકે, કંપની વતી જે એસેટ છે તેની વેલ્યૂ અંદાજે 1 મિલિયન ડોલરથી પણ વધુ છે અને આ માટેનું ફંડ કયાંથી આવ્યું તે અંગે એવું દર્શાવાયું છે કે 'શેર હોલ્ડર પાસેથી કેપિટલ અથવા લોન' લેવાયેલી છે. આ ઉપરાંત કંપની લંડનમાં બેંક એકાઉન્ટ પણ ખોલવા માગતી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાર્દિક પટેલનો જેલવાસ લંબાયો, વધુ સુનાવણી 9 જુને. સરકારના મતે પાટીદારોનું આંદોલન રાજદ્રોહ.