Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓબામા બોલ્યા, હનુમાનજી મારે માટે લકી છે !!

ઓબામા બોલ્યા, હનુમાનજી મારે માટે લકી છે !!
વોશિંગટન , સોમવાર, 18 જાન્યુઆરી 2016 (11:56 IST)
ભગવાન હનુમાનની એક મૂર્તિ એ પસંદગીની વસ્તુઓમાં સામેલ છે જેમને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા કાયમ પોતાના ખિસ્સામં મુકે છે અને જ્યારે પણ તેઓ ખુદને થાકેલા અને નિરાશા અનુભવે છે તો તેમની પાસેથી પ્રેરણા મેળવે છે. રાષ્ટ્રપતિએ એક યૂટ્યૂબની સાથેના ઈંટરવ્યુમાં આ ચોખવટ કરી છે. વ્હાઈટ હાઉસે યુવાઓ સુધી પહોંચાડવા માટે આ ઈંટરવ્યુ નક્કી કર્યો હતો. 
 
યૂટ્યુબના નિર્માતા નીલસનને ગઈકાલે આપેલ એક ઈંટરવ્યુમાં ઓબામા સાથે જ્યારે વ્યક્તિગત મહત્વની કોઈ વસ્તુ બતાવવા માટે કહેવામાં આવ્યુ તો તેમણે પોતાના ખિસ્સામાંથી અનેક નાની વસ્તુઓ કાઢી અને કહ્યુ કે આ વસ્તુઓ તેમને પોતાની યાત્રામાં અત્યાર સુધી મળેલ જુદા જુદા લોકોની યાદ અપાવે છે. આ વસ્તુઓમાં પોપ ફ્રાંસિસ તરફથી મળેલ મણકાંની માળા, એક ભિક્ષુ પાસેથી મળેલ બુદ્ધની એક નાનકડી પ્રતિમા, ભગવાન હનુમાનની એક મૂર્તિ સાથે  અનેક વસ્તુઓનો સમાવેશ છે.    

Share this Story:

Follow Webdunia gujarati