Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોણ બનશે દિલ્હીના પોલીસ કમિશનર, અમદાવાદના શિવાનંદ ઝા કે સુરતના રાકેશ અસ્થાના ?

કોણ બનશે  દિલ્હીના પોલીસ કમિશનર, અમદાવાદના શિવાનંદ ઝા કે સુરતના રાકેશ અસ્થાના ?
, સોમવાર, 18 જાન્યુઆરી 2016 (15:30 IST)
દિલ્હી પોલીસના વડાની ખાલી પડી રહેલી જગ્યા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ભણી નજર દોડાવ્યાની ચર્ચા છે. અમદાવાદના પોલીસ કમિશનર શિવાનંદ ઝા તથા સુરતના પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાના નામ દિલ્હી પોલીસ કમિશનરના પદ માટે વિચારણા હેઠળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
 
દિલ્હીના વર્તમાન પોલીસ કમિશનર અને 1977 બેચના આઇપીએસ અધિકારી ભીમસેન બસ્સી આગામી ફેબ્રુઆરી માસમાં નિવૃત્ત થઇ રહ્યા છે. તેમના અનુગામી તરીકે 1983 બેચના આઇપીએસ અધિકારી અને અમદાવાદના પોલીસ કમિશનર શિવાનંદ ઝા અને 1984 બેચના રાકેશ અસ્થાનાના નામ ચર્ચા હેઠળ હોવાનું ગુજરાત સરકારના ટોચનાં સૂત્રોએ જણાવ્યું છે. વડાપ્રધાનપદ સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદી ગુજરાત કેડરના અનેક આઇએએસ અધિકારીઓ તથા આઇપીએસ અધિકારીઓને પણ કેન્દ્ર સરકારમાં મહત્વના પોસ્ટિંગ આપી ચૂક્યા છે. ગુજરાત કેડરના બે વરિષ્ઠ આઇપીએસ અધિકારીઓ સીબીઆઇના જોઇન્ટ ડિરેક્ટર એ. કે. શર્મા તથા એસપીજીના આઇજી વિવેક શ્રીવાસ્તવ વડાપ્રધાન કાયર્લિય સાથે પ્રગાઢ રીતે સંકળાઇને ફરજ બજાવી રહ્યા છે.
 
શિવાનંદ ઝા તથા રાકેશ અસ્થાના ઉપરાંત 1979 બેચના આઇપીએસ અધિકારી આલોક કુમાર વર્મા અને 1984 બેચના ધર્મેન્દ્ર કુમારના નામો પણ ચચર્મિાં છે. આ બંને અધિકારીઓ દિલ્હીના જ છે. પરંતુ, દિલ્હી પોલીસ કમિશનર તરીકે દિલ્હી બહારના અધિકારીની નિમણૂંક થઇ હોવાના એકથી વધુ દાખલા છે. એજીએમયુટી કેડર (અરૂણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ, કેન્દ્ર શાસિત પ્રદેશો)ના અનેક અધિકારી દિલ્હી પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. અટલ બિહારી વાજપેયીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન 1999થી 2002 સુધી ઉત્તર પ્રદેશના આઇપીએસ અધિકારી અજય શર્મા દિલ્હીના પોલીસ કમિશનર રહ્યા હતા. દિલ્હી પોલીસ કમિશનરનું પદ રાજકીય રીતે બહુ સંવેદનશીલ છે કારણ કે દિલ્હીમાં હાલ આમ આદમી પાર્ટીની સરકાર છે. જ્યારે દિલ્હીની પોલીસ કેન્દ્ર સરકાર હસ્તક છે. નજીકના ભૂતકાળમાં જ દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર તથા દિલ્હી પોલીસ કમિશનર બસ્સી વચ્ચે ઘર્ષણના અનેક પ્રસંગો સર્જાઇ ચૂક્યા છે. આથી, વડાપ્રધાન કાયર્લિય બસ્સીના અનુગામી તરીકે કોઇ વિશ્વાસુ અધિકારીની નિમણૂક કરવા ઇચ્છે છે. શિવાનંદ ઝા અને 2002ના ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડ કેસની તપાસ કરી ચૂકેલા રાકેશ અસ્થાના વડાપ્રધાન મોદી અને અમિત શાહ બંનેના વિશ્વાસુ અધિકારી ગણાય છે.

Share this Story:

Follow Webdunia gujarati