Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જે કોંસ્ટેબલને videoના આધાર પર દારૂડિયો સમજીને સસ્પેંડ કરવામાં આવ્યો હતો જાણો તેની પાછળની હકીકત

જે કોંસ્ટેબલને videoના આધાર પર દારૂડિયો સમજીને સસ્પેંડ કરવામાં આવ્યો હતો જાણો તેની પાછળની હકીકત
નવી દિલ્હી. , બુધવાર, 23 માર્ચ 2016 (12:36 IST)
સોશિયલ મીડિયા પર હાલ લાખોમાં અનેક ફોટો અને વીડિયો વાયરલ થાય છે પણ અનેકવાર આ વાયરલ થયેલ વસ્તુઓ વ્યક્તિની જીંદગીને બરબાદ કરી નાખે છે. જેનો વીડિયો કે આપત્તિજનક ફોટો વાયરલ થયો હોય.  આવુ જ કંઈક થયુ 19 ઓગસ્ટ 2015ની સાંજે જ્યારે આઝાદ મેટ્રો સ્ટેશનની પાસે પોલીસ કૉન્સટેબલ(સલીમ)મેટ્રોના કોચની અંદર એક બાજુથી બીજી બાજુ લડખડાટો જોવા મળ્યો. લોકોએ સમજ્ય કે પોલીસવાળો દારૂના નશામાં છે અને લોકોએ સમજ્યા વિચાર્યા વગર એ પોલીસવાળાનો વીડિયો બનાવવો શરૂ કરી દીધો અને પછી આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાય ગયો. વીડિયોના વાયરલ થવાના દબાણમાં દિલ્હી પોલીસે પણ 6 દિવસ પછી નોટિસ રજુ કરતા આ કૉન્સટેબલને સસ્પેંડ કરી દીધો. પણ હકીકત શુ હતી તેના વિશે કોઈને કશુ ખબર નહોતી. મેટ્રોમાં પડેલ પોલીસવાળાની હકીકત કંઈક બીજી હતી અને લોકોએ સમજ્યુ કંઈક બીજુ... 
 
50 વર્ષના કૉન્સટેબલ સલીમ કેરલનો રહેનારો છે અને દિલ્હી પોલીસમાં હેડ કૉન્સટેબલ છે. સલીમ દિલ્હી પોલીસના સમર્પિત જવાન છે અને તેઓ અનેક નેતાઓની વિશેષ સુરક્ષામાં પણ રહી ચુક્યા છે. પણ 3 વર્ષ પહેલા સલીમને બ્રેન હૈમરેજનુ એક મેજર સ્ટ્રોક થયો હતો. જેને કારણે સલીમના શરીરના ડાબા ભાગથી લકવાનો શિકાર થઈ ગયો. ત્યારબાદથી સલીમને મેમોરી લોસની ફરિયાદ છે અને સામાન્ય વાતચીત કરવામાં તેને તકલીફ થાય છે. સલીમને મેડિકલ ચેકઅપ માટે સતત હોસ્પિટલ જવુ પડતુ હતુ. બીમારીને કારણે સલીમને સુરક્ષા ડ્યુટીને બદલે કાર્યાલયના કામમા લગાવી દેવામાં આવ્યો. 
 
19 ઓગસ્ટ 2015ની સાંજે મતલબ જે દિવસે સલીમનો વીડિયો બનાવવામાં આવ્યો એ દિવસે સતત અનેક કલાકો સુધી કામ કરવા અને દવા ન લેવાને કારણે ઓફિસમાં સલીમની તબિયત બગડી ગઈ. સલીમ સાંજે ઘરે જવા માટે દિલ્હી મેટ્રોમાં સવાર થયો પણ સફર દરમિયાન જ આઝાદપુર મેટ્રો સ્ટેશનની પાસે તેની તબિયત બગડી ગઈ. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે સલીમને પણ સમજાયુ નહી કે મેટ્રોના દરવાજો ક્યા છે અને સપોર્ટ હૈંડલ્સને કેવી રીતે પકડવાની છે. આ પરિસ્થિતિમાં તે લડખડીને મેટ્રોના ફર્શ પર જ પડી ગયા. આ આખી ઘટનાનો વીડિયો બનાવી લેવામાં આવ્યો અને સલીમને દારૂડિયા કૉન્સટેબલ બતાવતો વીડિયો યૂટ્યુબ પર અપલોડ કરી દેવામાં આવ્યો. 

Share this Story:

Follow Webdunia gujarati