પ્રથમ નજરમાં આ કાર જોઈને લાગી રહ્યુ છે કે તેને કોઈ વરરાજા માટે સજાવી છે. પણ આ કિસ્સો થોડો જુદો છે. જ્યારે તમે આ ફોટાને વધુ ધ્યાનથી જોશો તો તેની હકીકત જાણવા ઉત્સુક થઈ જશો. તસ્વીરમાં જોઈ શકો છો કે સફેદ ડ્રેસમાં ડ્રાઈવર પાછળની સીટ પર બેસ્યો છે અને કારને કે સૂટ-બૂટ પહેરેલ કલેક્ટર ચલાવી રહ્યા છે. એટલુ જ નહી પણ ડ્રાઈવર માટે કારનો ગેટ પણ ખોલવામાં આવે છે.
આ ફોટાની સ્ટોરી એવી છે કે મહારાષ્ટ્રના અકોલાના ડીએમ જી શ્રીકાંતે પોતાના ડ્રાઈવર દિગંબર ઠાકને રિટાયરમેંટની યૂનિક ભેટ આપવાનો નિર્ણય કર્યો હતો. કલેક્ટરે પહેલા પોતાની લાલ લાઈટવાળી ગાડી સજાવડાવી. ત્યારબાદ એ કારમાં પાછળ પોતાના ડ્રાઈવર ઠાકને બેસાડ્યા. અને પોતે કાર ડ્રાઈવ કરીને તેને ઓફિસ પહોંચાડ્યા. ત્યારબાદ ઓફિસમાં પાર્ટી આયોજીત કરવામાં આવી. 58 વર્ષના દિગંબરે જીલ્લાના 18 કલેક્ટરો માટે કાર ચલાવી છે.
આવો જે કે બીજો મામલો ઝારખંડના રામગઢ જીલ્લાના રજરપ્પા ટાઉનશિપમાં જોવા મળ્યો છે. અહી છેલ્લા 30 વર્ષથી ઝાડૂ મારનારી સુમિત્રા દેવીની આજે ખૂબ ચર્ચા થઈ રહી છે. જેનુ કારણ છે તેનુ રિયાટરમેંટ અને એ દિવસે તેના વિદાય સમારંભમાં તેના પુત્રોનુ સામેલ થવુ. ઉલ્લેખનીય છે કે જેવો રિયાટરમેંટ ફંક્શન શરૂ થયો ત્યા ત્રણ મોટા ઓફિસર પહોંચ્યા. એક ઓફિસર લાલ લાઈટવાળી ગાડીમાં પહોંચ્યો તો બે ઓફિસર જુદી જુદી મોટી મોટી ગાડીયોમાં પહોચ્યા. તેમાથી એક હતા બિહારના સિવાન જીલ્લાના કલેક્ટર મહેન્દ્ર કુમાર, બીજા રેલવેના ચીફ એંજિનિયર વીરેન્દ્ર કુમાર અને ત્રીજા હતા મેડિકલ ઓફિસર ધીરેન્દ કુમાર. આ ત્રણેય સુમિત્રા દેવીના પુત્રો છે. જેમણે તેણે ખૂબ મહેનતતી ઉછેરવા ઉપરાંત તેમને મોટા અધિકારી બનાવ્યા. જ્યારે ત્રણેય પુત્રો ત્યા પહોંચ્યા તો સુમિત્રા દેવેની આખો ભરાઈ આવી. તેમણે પોતાના ત્રણેય પુત્રોનો ત્યા હાજર અધિકારીઓ સાથે પરિચય કરાવ્યો તો બધા નવાઈ પામ્યા. સુમિત્રા દેવીના બીજા સહયોગી સફાઈકર્મચારીઓને તેમના પર ગર્વ થઈ રહ્યો હતો.