Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Top 10 Gujarati News - આજના મુખ્ય 10 મુખ્ય ગુજરાતી સમાચાર (13-10-2016)

Top 10 Gujarati News - આજના મુખ્ય 10 મુખ્ય ગુજરાતી સમાચાર (13-10-2016)
, ગુરુવાર, 13 ઑક્ટોબર 2016 (00:33 IST)
રાજ્યમાં 21થી વધુ આઈપીએસ અધિકારીઓની બદલી

અમદાવાદના પોલીસ કમિશ્નર શિવાનંદ ઝાની બદલી કરવામાં આવી છે. તેના બદલે તેમને ઝાને ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં બદલી કરવામાં આવી છે. અને હવે અમદાવાદના નવા સીપી પદે એ.કે.સિંહની નિમણૂક થઈ છે. આ ઉપરાંત વડોદરાના ડીજીપી સતિષકુમાર શર્માની સુરત પોલીસ કમિશ્નર પદે બદલી થઈ છે

સુરતમાં કેજરીવાલની વિરુદ્ધમાં પોસ્ટર વોર શરૂ

2017માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે કેજરીવાલના ગુજરાત પ્રવાસ પહેલા રાજકારણ ગરમાયુ અને કેજરીવાલની વિરુદ્ધમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. પાટીદારોના ગઢ ગણાતા વરાછા વિસ્તારમાં વિવિધ જગ્યાએ પોસ્ટર લાગ્યા છે.


પેટ્રોલ - ડિઝલ મોંઘા થશે

ક્રૂડ ઊત્પાદન કરતાં દેશો (ઓપેક) દ્વારા કાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ વૈશ્વિક બજારમાં માત્ર દસ દિવસમાં ભાવમાં આઠથી દસ ટકાનો ઊછાળો આવ્યો છે. ભારતમાં આયાત કરાતા બ્રેન્ટ ક્રૂડના ભાવ છેલ્લા એક વર્ષમાં પહેલીવાર બેરલદીઠ 53.50 ડોલરની નજીક પહોંચ્યા હતા. આની ગંભીર અસર આ સપ્તાહમાં જયારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ- રિફાઇનરીઓ નવા ભાવ નક્કિ કરશે ત્યારે જોવાશે.

50 લાખ લિટર દૂધ ઉત્પાદન સાથે મધર ડેરી મેદાન મારવાની તૈયારીમાં

આણંદની  અમૂલ જેમ વિશ્વભરમાં પ્રખ્યાત દૂધ મંડળી છે તેમ જ મધર ડેરીની પણ સારી જમાવટ ગુજરાતના ગાંધીનગર-અમદાવાદમાં છે. ગુજરાતમાં પશુપાલન વ્યવસાયની સફળતાના પગલે લગભગ દરક ઝોનમાં મોટી દૂધ ડેરીઓ છે પરંતુ રાજ્યની આર્થિક રાજધાની ગણાતાં અમદાવાદ સાથે મોટા ગજાની દૂધ ડેરીની કમી હતી. તે હવે આવનારા વર્ષોમાં પૂર્ણ થવા જઇ રહી છે.

ઓપિનિયન પોલ - ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સરકાર બનાવવાની સ્થિતિમાં

વર્ષ 2017માં  થનારી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ બહુમતીની નજીક પહોંચીને સરકાર બનાવવાની સ્થિતિમાં આવી શકે છે. બહુજન સમાજવાદી પાર્ટી બીજા નંબર પર રહે તેવી સંભાવના એક ટીવી ચેનલ દ્વારા કરાવવામાં આવેલા ઓપિનિયન પોલમાં વ્યક્ત કરવામાં આવી છે.

બે મહાસત્તારશિયા અને અમેરિકા વચ્ચેના સબંધો છેલ્લે પાટલે

વિશ્વ યુદ્ધના વધતા જતા સંજોગો અને રશિયા-અમેરિકા વચ્ચે સર્જાયેલા જબરજસ્ત તણાવ વચ્ચે રશિયાએ આજે તેના તમામ ઓફિસરોને વિદેશ રહેતા સગા વ્હાલા સાથે રશિયા પરત ફરવા આદેશ આપ્યો છે

હનીમુન જવાના પૈસા મેળવવા સ્તનને અડકવાની ઓફર

ચીનથી આવેલો હોવાનું કહેવાતા એક અત્યંત વિચિત્ર વિડિયોમાં એક નવપરિણીત સ્ત્રીએ ભલભલાના મગજની નસો ખેંચાઇ જાય એવી હરકત કરી હોવાનું બહાર આવ્યું છે. દુલ્હનના ડ્રેસમાં સજજ એક યુવતીએ કોઇ પાર્ટી જેવા પ્રસંગે લોકો સમક્ષ એવી ઓફર મૂકી કે 'મારાં હમણાં જ લગ્ન થયાં છે, પરંતુ અમારી પાસે હનીમુનમાં જવાના પૈસા નથી તો અહીં ઉપસ્થિત સૌ રસિકજનોને આમંત્રણ છે કે તમે ઇચ્છો તો મારાં સ્તનને અડકી શકો છો અને એ વખતનો ફોટો પણ લઇ શકો છો.

ભારતીય રેલવે તંત્ર અમુક ટ્રેનોમાં કાચની છતવાળા ડબ્બાઓ જોડશે

ભારતીય રેલવે તંત્ર એના નેટવર્કમાં લક્ઝરી સ્પર્શનો ઉમેરો કરવા વિચારે છે. આ માટે તે સ્વિટ્ઝરલેન્ડની કાચની છતવાળી ટ્રેનોમાંથી પ્રેરણા લઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે દેશમાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં ધરખમ સુધારા કરવાનું નક્કી કર્યું છે. તેના ભાગરૂપે ભારતીય રેલવે અમુક ટ્રેનોમાં કાચની છતવાળા ડબ્બાઓ જોડશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં કેજરીવાલે પગ મુકવો નહીં, અહીંનું એક એક ઘર ભાજપનું છે - ઠેર ઠેર પોસ્ટરો લાગ્યાં