Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Top 10 Gujarati news - આજના ટોપના મુખ્ય 10 સમાચાર

Top 10 Gujarati news - આજના ટોપના મુખ્ય 10 સમાચાર
, બુધવાર, 21 સપ્ટેમ્બર 2016 (13:56 IST)
ઉરી હુમલો - આતંકવાદીઓ પાસે હતી બધી માહિતી.. સેનાને શક કોઈ તો છે ગદ્દાર !! 
 
નવી દિલ્હી. જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલ આતંકી હુમલામાં 18 સૈનિકો માર્યા ગયા પછી ભારતીય સેના અને અન્ય તપાસ એજંસીઓએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. સૂત્રો મુજબ આતંકવાદીઓને કોઈ અંદરની ગુપ્ત વાતોથી મદદ મળવાની પણ તપાસ કરવામાં આવી રહી છે. સેનાને શક છેકે 12 ઈન્ફ્રૈંટ્રી બ્રિગેડ મુખ્યાલય પર થયેલ હુમલા માટે આતંકવાદીઓને કોઈ એવા વ્યક્તિએ મદદ કરી છે જેને કૈપ વિશે સંપૂર્ણ માહિતી મળી છે.  
 
ફ્રાંસના લોકોનો સેક્સમાં રસ ઘટી રહ્યો છે.... વર્જિનોની સંખ્યા વધતા સરકાર ચિંતામા 
 
ટોકયો તા. ૧૯: જાપાનની ઓળખ ખૂબ જ મહેનતી અને કામમાં ડૂબેલા લોકોના દેશ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હવે આ દેશમાં વધી રહેલી વર્જિનોની સંખ્યાને કારણે સમાચારોમાં આવ્યો છે. મુળ વાત એ છે કે દેશની વસ્તીમાંથી ઘણા બધા લોકોને સેકસમાં રસ નથી. આ સાથે દેશમાં અપરણિત લોકોની સંખ્યા પણ ખુબ જ વધી રહી છે જેના કારણે જનસંખ્યામાં પણ ઘણા ફેરફાર આવ્યા છે.
 
એંજેલીના જોલીના ત્રીજા લગ્ન તૂટ્યા, બ્રેંડ પિટથી અલગ થવાનુ આ છે કારણ ?
 
લોસ એંજિલિસ. હોલીવુડના જાણીતા દંપતિઓના જુદા થવાની પ્રકિયા ચાલુ છે. એંજેલીના જોલી-બ્રૈંડ પિટથી અલગ થવાનો રસ્તો પસંદ કરનાર નવુ દંપતિ છે. અભિનેત્રી-ફિલ્મકાર એંજેલીના જોલીએ લગ્નના બે વર્ષ પછી પોતાના પતિ અભિનેતા બ્રૈડ પિટથી ડાયવોર્સની અરજી આપી છે. 
 
દુનિયાથી જુદા પડેલા પાક.એ બતાવી અકડ, બોલ્યુ કાશ્મીર અમારી માટે મુદ્દો નહી 'મિશન' છે 
 
ન્યૂયોર્ક. પાકિસ્તાનને દુનિયામાં જુદુ કરવાની ભારતની કોશિશ વચ્ચે ઈસ્લામાબાદે એકવાર ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. યૂનાઈટેડ નેશંસમાં પાક રિપ્રેજેંટેટિવ ડો. મલીહા લોધીએ કહ્યુ કે કાશ્મીર અમારી માટે હવે મુદ્દો નથી પણ મિશન કાશ્મીર બની ગયુ છે. નવાઝ શરીફના યૂએસ પ્રવાસનો આ એકમાત્ર એજંડા છે. બીજી બાજુ મલીહાએ એટમી પ્રોગ્રામ પર રોક લગાવવાની અમેરિકાની સલાહને પણ નકારી દીધી.  તેમણે કહ્યુ કે પાકિસ્તાન પોતાના એટમી પોગ્રામને લિમિટેડ નહી કરે. ઉલ્લેખનીય છે કે મંગળવારે યૂએસના વિદેશ મંત્રી જૉન કેરીએ શરીફને ન્યૂક્લિયર વેપન્સ પોગ્રામ પર પણ લગામ લગાડવા કહ્યુ હતુ.

સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી ઉરીમાં શહીદ થયેલા જવાનોના બાળકોનો તમામ અભ્યાસ ખર્ચ ઉઠાવશે.

ઉરીમાં થયેલા ત્રાસવાદી હુમલામાં સેનાના 17 જવાનો શહીદ થયાના સમાચારથી દેશભરના તમામ નાગરિકોના લોહી ઉકળી ઉઠ્યાં છે. ત્યારે  શહીદ સુનીલકુમારની દીકરી શાળાની પરીક્ષા આપીને બોલી હતી કે, ભણી ગણીને અમે પણ પાપા જેવી બનીશું. આ સમાચાર વાંચીને સુરતના ઉદ્યોગપતિ અને સમાજસેવી મહેશ સવાણીનું હ્રદય દ્રવી ઉઠ્યું હતું. તેમણે તુરંત જ નિર્ણય લીધો કે, ઉરી હુમલામાં શહીદ થયેલા તમામ જવાનોના સંતાનોના ભણતરનો પોતે ઉઠાવશે. 

સુરત નજીકની ફેક્ટરીમાં આગ લાગી, 100 કરોડ રૂપિયાના નુકસાનનું અનુમાન, કોઈ જાન હાની નહીં

સુરતના માંડવીમાં યાર્ન બનાવતી એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. . આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગ ફેક્ટરીના એક પછી એક ચાર પ્લાન્ટમાં પ્રસરી જતાં આગની જ્વાળા દૂર-દૂર સુધી આકાશમાં દેખાઇ રહી હતી. સુરત સહિત અનેક વિસ્તારના 15 જેટલા ફાયર ફાઇટરો સાનીકા ઇન્ડસ્ટ્રીમાં લાગેલી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે. ભીષણ આગને કારણે લગભગ 100 કરોડનું નુકશાન થયું હોવાનું અનુમાન છે. 

પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આજી-3 ડેમથી જામનગર સુધીની પાઈપલાઈન નાખવામાં આવશે. 
 
જામનગર- જામનગરમાં હાલ દૈનિક પાણીની જરૂરીયાત વધી છે. ત્યારે કમિશનર અને કાર્યપાલક ઇજનેર દ્વારા પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શહેરને દૈનિક વધારાનું 15 એમએલડી પાણીના સ્થાને 40 એમએલડી પાણી મેળવવા માટે પાઇપલાઇન નાંખવા માટેની યોજના અમલમાં મુકવામા આવી છે. તેના માટે 61 કરોડ જેટલો ખર્ચ મંજૂર કરવામા આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાટીદાર સ્વામીભાન યાત્રામાં વિજાપુર પહોંચે તે પહેલા જ નરેન્દ્ર પટેલની અટકાયત