Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

100 ફીટ લાંબી સુરંગ ખોદીને તોડ્યા બેંકના 88 લોકર, જાણો કેટલું સુરક્ષિત છે બેંકોમાં જમા કરેલુ ઘન

100 ફીટ લાંબી સુરંગ ખોદીને તોડ્યા બેંકના 88 લોકર, જાણો કેટલું સુરક્ષિત છે બેંકોમાં જમા કરેલુ ઘન
ગોહાના. , મંગળવાર, 28 ઑક્ટોબર 2014 (15:41 IST)
હરિયાણાના ગોહાનામા જીદ રોડ પર પંજાબ નેશનલ બેંક (પીએનબી)ની શાખામાં મોટી ચોરી થઈ છે. બદમાશોએ લગભગ 100 ફીટ લાંબી, 7 ફીટ ઊંડી અને 2.5 ફીટ પહોળી સુરંગ ખોદી અને તેના દ્વારા સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચી ગયા. ત્યા મુકેલા 88 લોકરો તોડીને તેમા મુકેલ રોકડ દાગીના અને અન્ય કિમંતી સામાન સફાચટ કરી દીધા. તેની જાણ ત્યારે થઈ જ્યારે રવિવારની રજા પછી સોમવારે બેંક ખુલી. ત્યારબાદ બેંકોના લોકરમાં જમા કરોડો લોકોની જમા-પુંજીને લઈને અનેક સવાલ ઉભા થયા છે. 
 
કેટલી સુરક્ષિત છે તમારી જમા-રકમ ? 
 
બેંકોના લોકરમાં મુકેલ તમારી જમા રકમ ત્યા સુધી સુરક્ષિત છે જ્યા સુધી તમારુ લોકર સુરક્ષિત છે. હરિયાણા જેવી લોકર ચોરીની ઘટના થતા જ બેંક હાથ ઉભા કરી દે છે. કારણ એ કે બેંક લોકર્સમાં મુકેલી વસ્તુઓનો બેંક પાસે કોઈ રેકોર્ડ નથી હોતો. કે ન તો તેનો કોઈ ઈંશ્યોરેંસ બૈક-અપ હોય છે. 
 
બેંક મેનેજર સ્તરના અધિકારીઓનુ કહેવુ છે કે ચોરી વગેરે થઈ જતા કોર્ટમાં જવા સિવાય કોઈ અન્ય રસ્તો નથી બચતો. કોર્ટ જઈને સાબિત કરવુ પડશે કે લોકરમાં તમારો કયો સામાન મુક્યો હતો. આ સાબિત કરવુ લોખંડના ચણા ચાવવા જેટલુ મુશ્કેલ છે. રોકડ પૈસાનો કોઈ પુરાવો જ નથી હોઈ શકતો. દાગીના ખરીદીની રસીદ જો બતાવી પણ દો તો તેનુ શુ ગેરંટી કે તમે આ દાગીના લોકરમાં મુક્યા હતા ? લોકર્સ રૂમની અંદર સીસીટીવી કૈમેરા પણ નથી હોતો કે કોઈ પુરાવા એકત્ર કરી શકાય. લોકર્સ રૂમના દરવાજા સુધી સીસીટીવી કેમેરાની નજર રહેતી હોય છે. 
 
કેવી રીતે ખોદી હશે સુરંગ 
 
બદમાશોએ બેંક સામેના ખાલી મકાનથી લઈને સ્ટ્રોંગ રૂમ સુધી સુરંગ ખોદી અને ખૂબ જ ચાલાકીથી આ પ્લાન સફળ બનાવ્યો. પોલીસના વિશેષજ્ઞોનું અનુમાન છે કે સુરંગ ખોદવામાં ઓછામાં ઓછા 20-25 દિવસ લાગ્યા હશે. 8 થી 10 બદમાશોની ગેંગ હશે.  હરિયાણામાં જેલમાં સુરંગ ખોદવાના તો એક બે પ્રયત્ન થયા હતા. પણ આ અંદાજમાં બેંકમાં ચોરી શક્યત પહેલીવાર થઈ છે. ચોરી કરવામાં આવેલ માલની કુલ કિમંતનો અંદાજ અત્યાર સુધી લગાવી શકાયો નથી. 
 
ચોરી થયેલ સામાનનુ શુ થશે 
 
ગ્રાહકો માટે ચોરાયેલ સામાન પરત લાવવો એટલો સહેલો નથી. પીએનબી બેંકની શાખાના સ્ટ્રોંગ રૂમમાં સુરંગ બનાવીને જે 88 લોકોના લોકર ચોરી થઈ ગયા તેમની માટે કોર્ટમાં આ સાબિત કરવુ કે લોકરમાં શુ હતુ એ એટલુ સહેલુ નથી. 
 
બેંકના નિયમોનો હવાલો આપતા કૈનરા બેંકના સીનિયર મેનેજર બલરામ શર્માએ જણાવ્યુ કે બેંક ફક્ત લોકર ભાડાથી આપે છે. તેની અંદર શુ મુક્યુ છે શુ નહી એ ફક્ત ગ્રાહકને જ જાણ હોય છે. સ્ટ્રોંગ રૂમ માનકોના અનુરૂપ બનાવેલ હોય તો બેંક કોઈ ક્લેમ આપવા માટે બાધ્ય નથી. 
 
કોર્ટમાં સાબિત કરવુ મુશ્કેલ  
 
સોનીપત બાર એસોસિએશનના અધ્યક્ષ એડવોકેટ ભગત સિંહનુ કહેવુ છે કે કોર્ટના મારફતે ક્લેમ મેળવતા પહેલા શપથ પત્ર આપીને લોકરમાં શુ હતુ એ પ્રુફ કરવુ પડશે. ત્યારબાદ કોર્ટમાં સુનાવણી ચાલશે. જો ગ્રાહકના તથ્યોથી કોર્ટ સંતુષ્ટ થઈ તો બેંકને ચુકવણી કરવાનો આદેશ આપવામાં આવશે. 
 
હોલીવુડની મુવીના આધાર પર ઘટના બની 
 
બદમાશોએ ઘટના કંઈક એ અંદાજમાં કરી જે રીતે રોજર ડોનાલ્ડસનની હોલીવુડ મુવી ધ બેંક જોબ માં ફિલ્મી બદમાશોએ કરી. 2008માં આવેલ આ 111 મિનિટની ફિલ્મમા%ં લડન બેંકર સ્ટ્રીટમાં એક દુકાનથી લઈને સામે આવેલ બેંકના સ્ટ્રોંગ રૂમ સુધી સુરંગ ખોદીને લોકરમાં મુકેલ કિમંતી સામાન ચોરી કરવામાં આવે છે. ફિલ્મના મુખ્ય પાત્ર ટૈરીને આ વાતનો અહેસાસ નહોતો કે ફિલ્મમાં ચોરાયેલ ટ્રેજર બોક્સમાં ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલ રહસ્યમય દસ્તાવેજો હતા. ફિલ્મમાં થયેલ બેંક ચોરી પછી ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા રહસ્યો મિટાવવાને આ ઘટના સાથે જોડવામાં આવે છે.  

Share this Story:

Follow Webdunia gujarati